Vishesh News »

બીલીમોરામાં પોણા બે મહિનાથી અંડરપાસ વાહન ચાલકો માટે બંધ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૧૭ ઃ બીલીમોરા રેલ્વે અંડરપાસમાં રોજિંદા પાણીનાં ભરાવા વચ્ચે પોણા બે મહિના અગાઉ વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો હતો. તંત્રનાં ઉદાસીન વલણને કારણે અંડર પાસ શરૂ ન થતાં લોકો ની હાલાકી જેમની તેમ જોવાઈ રહી છે.બીલીમોરા પૂર્વ પડ્ઢિમ ને જોડતો રેલ્વે અંડરપાસ આવાગમન માટે ટૂંકો માર્ગ છે. આ કુદરતી કાંસમાં આવતા પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. અંડરપાસમાં છાશવારે ભરાતા અને લાંબા સમય સુધી જમા રહેતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ આવતું નથી. જેના અખબારી અહેવાલો બાદ પાલિકા ઍ ખાડા માર્કેટ વિસ્તારમાં બોક્ષ કલવર્ટ નું કામ હાથ ધર્યું હતું. અને અંડર પાસમાં પૂર્વ - પડ્ઢિમ બંને તરફ થી માર્ગ બંધ કરી દીધો હતો અને બેનર લટકાવી દીધું હતું. જે વાત ને પોણા બે મહિના વીતી ગયા તેમ છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.