Vishesh News »

ડુંગરા પોલીસે કબ્જે લીધેલ ગુટકાનો જથ્થો પણ તસ્કરો ચોરી ગયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૭ ઃ ડુંગરા પોલીસ દ્વારા અગાઉ પાનમસાલા-તમાકુ ગુટખાનો જથ્થો કરવડથી કબજે કરી ગોડાઉનમાં સીલ કરી રાખવામાં આવ્યો હતો. જેને તસ્કરો દ્વારા ચોરી કરી ગયા ને ઘટનામાં ચાર ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન વધુ બે નામ બહાર આવતા ગુટકા ચોરી કરનારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ડુંગરા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી આધારે, ને.હા.નં.૪૮, સલવાવ ઓવરબ્રીજ પાસે વર્ણવેલ ટેમ્પો અટકાવી તપાસ હાથ ધરી હતી. ટેમ્પામાંથી પાનમસાલા-તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાથી પોલીસે હાજર ઈસમોના નામઠામ પૂછતા દિનેશ મંગલારામ માલી (ઉં.૩૦, રહે. છીપવાડ-વલસાડ) અહેમદખાન ચાંદમોહમદ ખાન (ઉં.૩૧, રહે. વસઈ-મહારાષ્ટ્ર) નિલેશકુમાર અજય મિશ્રા (ઉં.૩૧, રહે. સુરત) અને રોહન ઈન્દ્ર યાદવ (ઉં.૨૫, રહે. પર્વત પાટીયા, સુરત) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સીઆરપીસી કલમ મુજબ મુદ્દામાલ કબજે લઈ તેઓની અટક કરી હતી. વધુ તપાસ કરતા પાનમસાલાનો જથ્થો તેઓઍ રાજુ મોહનલાલ મોર્યા રહે. ડુંગરી ફળિયા-વાપી અને પવનસીંગ સુનિલસીંગ રહે. વસઈ-મહારાષ્ટ્ર સાથે ભેગા મળી કરવડ, સાંઈ આસ્થાની પાછળની સાઈડે બનેલ પરમ ડેવલોપર્સના ગાળામાંથી ગોડાઉનનું શટરનુ તાળુ તોડી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જે તપાસ કરતા આ ગોડાઉનમાં રાખેલ ગુટખાનો જથ્થો પોલીસ વિભાગે કબજે લીધેલ હતો અને તે મુદ્દામાલ ગોડાઉનમાં જ રાખ્યો હતો તે ગોડાઉનમાંથી રૂ.૮.૫૧ લાખના પાનમસાલાની ચોરી થઈ હતી. પોલીસે ટેમ્પો, મોબાઈલ ફોન અને ગુટખાનો જથ્થો મળી કુલ રૂ.૧૯,૦૧,૦૪૦/-નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જથ્થો ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર ૨ઇસમો મહારાષ્ટ્ર પંથકના હોય તેમને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. જેને લઇ ગુટકા ચોરી કરતી ગેંગ સક્રિય છે તેઓ માં ભારે ફકરાટ ફેલાયો છે. આમ હવે વલસાડ જિલ્લામાં અને વાપી પંથકમાં પોલીસ દ્વારા કબજે લેવાયેલા પહેલા વાહનો અને તેના સ્પેરપાર્ટ ની ચોરી થતી હતી. હવે અન્ય મુદ્દા માલ પણ ચોરી થતો હોવાનું બહાર આવતા પોલીસે ચોર તોડકીઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.