Vishesh News »

વલસાડમાં ડીજેના ટેમ્પામાં કોઈ ઈસમ આંગ ચાંપી ભાગી છુટયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ પારડી કાશ્મીર નગરમાં ડીજે સાઉન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખનો કૌશિક ડીજે મંદિર પાસે ડી.જે. સાથે ટેમ્પો પાર્ક કરતાં ગઈકાલે કોઈ અજાણ્યા ઈસમે ડીજેમાં આગ લગાવતા ૮ થી ૧૦ લાખનું નુકસાન થવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વલસાડ શહેરના વલસાડ પારડી કાશ્મીર નગરમાં રહેતા અને વલસાડ ડી.જે સાઉન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશિક ગણેશભાઈ પટેલ કૌશિક ડીજે નામથી ડીજેનો ધંધો કરે છે કૌશિકભાઇઍ કાશ્મીરનગર પાસે આવેલા મંદિર પાસે કૌશિક ભાઈઍ પોતાનું ડીજે સેટેપ ટેમ્પો નંબર ઞ્થ્૧૫/હ્/૫૬૦૭ માં મૂકી પાર્ક કર્યો હતો. તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા ઇસમે મંદિરની લાઈટ કાપી અંધારું કરીને ટેમ્પા પાસે આવી ડીજે ઉપર કોઈક પદાર્થ નાખી આગ લગાવી દેવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ડીજે માં આગ લાગતા સ્પીકર, ઍમ્પ્લીફાયર અને ડી.જે. નો તમામ સમાન બળી થવાની ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને કૌશિકભાઇ દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડીજે સળગાવી મૂકવાની ઘટનામાં આઠ થી દસ લાખની નુકસાન થયું હોવા અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.