Vishesh News »

વાપી વુમન્સ કલબ દ્વારા ‘સારીથોન સ્પર્ધા’ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૭ ઃ વાપીમાં વાપી વુમન્સ ક્લબ દ્વારા સારીથોંન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી પંથકમાં વસતા વિવિધ સમાજની મહિલાઓઍ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા વાપી વુમન ક્લબ દ્વારા આયોજિત બહેનોના મોટીવેશન માટે સાડીથોન સ્પર્ધામાં ઉપસ્થિત રહી વિવિધ ઉંમરની કેટેગરી મુજબ વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. વાપી વુમન્સ ક્લબના ચેર પર્સન શિલ્પાબેન અગ્રવાલ તેમજ પ્રમુખ સોનાક્ષીબેન ગર્ગ દ્વારા નારી શક્તિને પ્રમોટ કરવાના હેતુથી આપણી ભારતીય સંસ્કૃતિની તેમજ ભારતીય નારીની ઓળખનું પ્રતીક સાડી પહેરીને વાપી વિસ્તારની બહેનોઍ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં ૧૬ થી ૪૦ વર્ષ , ૪૧ થી ૬૦ વર્ષ અને ૬૦ થી ઉપર ઍમ કુલ ત્રણ કેટેગરીમાં દોડ સ્પર્ધા આયોજિત થઈ હતી. જેમાં ઍક કિલોમીટર અને ૪ કિલોમીટર ની સ્પર્ધા માં વિવિધ બહેનોઍ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉભરતા કલાકાર માનસી ટક્ષક કે જેઓ ઍનિમલ, પઠાણ જેવી મૂવી માં કામ કરી ચૂક્યા છે તેઓ પણ સેલિબ્રિટી તરીકે ઉપસ્થિત રહી સાડી ફોનમાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતા.