Vishesh News »

તલવાડા હાઈવે પર અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૭ ઃ ઉમરગામ તાલુકા મધ્યથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર તલવાડા ક્રોસિંગ પાસે કાર ને અકસ્માત નડતા કારને ભારે નુકસાન થયું હતું જોકે કારચાલક નો આબાદ બચાવ થયો હતો. મામૂલી બીજા ને લઈ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ઉમરગામ તાલુકાના તલવાડા ક્રોસિંગ ઉપર અગાઉ પણ અકસ્માતો સર્જાયા છે જોકે ઓવરબ્રિજ માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. વહેલી તકે ઓવરબ્રિજ નું નિર્માણ થાય તો અકસ્માતો ટાળી શકાય.