Vishesh News »

ગુંદલાવ ચોકડી પાસે ઍલ.પી.જી. ગેસ ભરેલ ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૭ ઃશ્રી હરિકૃષ્ણ પેટ્રોલિયમ કંપનીનો ટેમ્પો નંબર ઞ્થ્.૦૫.ઘ્ષ્.૧૧૩૯ માં મહારાષ્ટ્રના મનોરથી ઍલ.પી.જી ગેસના બાટલા ભરી સુરત તરફ જઈ રહ્ના હતો..જે દરમિયાન વલસાડના ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક પહોંચતા આઈસર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ ચાલતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાવી દેતા ગંભીર અકસ્માતમાં આઈસર ટેમ્પો ડિવાઈડર ઉપર ચડી ગયો હતો. ટેમ્પો અને ટેન્કર વચ્ચેના અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવાન હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટના બાદ ગુંદલાવ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરતા તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ તેમજ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હાઈવેના રૂટને ડાયવર્ઝન આપ્યો હતો. અકસ્માતમાં આઈસર ટેમ્પોમાં ભરેલ ઍલ.પી.જી ગેસના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ તેમાં માટે તાત્કાલિક વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને ઘટના સ્થળે બોલાવી સ્ટેન્ડ બાયમાં રાખવા આવી પોલીસે ક્રેનની મદદ વડે ઍલ.પી.જી. ગેસ ભરેલ આઈસર ટેમ્પોને સાઇડે કરાવી હાઇવે ખુલ્લો મૂકી વાહનવ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.