Vishesh News »

વેજલપુરમાં સરપંચ સાથે જનતા રેડથી પરપ્રાંતિયોમાં ફફડાટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૭ ઃ વલસાડમાં વેજલપુરગામે સરપંચ સાથે જ જનતા રેડ કરવામાં આવતા પરપ્રાંતીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે મકાનોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર બાંધકામ અંગેની ગ્રામજનોઍ સરપંચને ફરિયાદ કરી હતી. જનતા રેડમાં ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરી તેઓને સોંપવામાં આવ્યા છે. વલસાડ નજીકના વેજલપુર ગામેના ઘણા સમયથી અજાણ્યા પરપ્રાંતિયો વસવાટ કરતા હોય છે અને તેઓ દ્વારા ગેરકાયદેસર મકાનો કે ઘરો પણ તાણી બાંધવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને ધ્યાનમાં રાખી ગામના સરપંચ સગુણાબેન કૌશિકભાઇ પટેલની આગેવાની હેઠળ ગ્રામજનો સાથે આજરોજ જનતા રેડ કરી ગામની અંદર રહેતા લોકોના આધાર પુરાવા પણ ચકાસવામાં આવ્યા હતા. વેજલપુર ગામમાં જનતા રેડ કરતા ગામમાં વસતા પરપ્રાંતિયોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે આ જનતા રેડમાં શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓ જણાતા વલસાડ રૂણાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વેજલપુર ગામે વસતા પરપ્રાંતિયો અંગેના આધાર પુરાવા તેમજ રહેનાર વ્યક્તિ અંગેની તપાસ કરવામાં આવી હતી.