Vishesh News »

વલસાડમાં શેરડીના રસ કાઢવાના મશીનમાંથી દારૂ ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૭ ઃ દમણ થી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા ઓ અજમાવતા હોય છે. પારડીમાં દારૂની હેરાફેરીમાં નવા કીમિયા અજમાવી રસના કોલામાં દારૂ લઈ જતા ઍક વ્યક્તિ પકડાઈ ગયો હતો પારડી પોલીસ મથકના પીઆઇ જી.આર. ગઢવીની ટીમે બગવાડા ટોલનાકા હાઇવે પર વાપીથી વલસાડ ટ્રેક પર ચાર પૈડાં વાળા ડીઝલ વાળું શેરડીના રસનું કોલહુ લઈને ફરતા ઈસમ પાસે થી દારૂ મળી આવ્યો હતો. શેરડી ના રસ કાઢવાનું હરતાં-ફરતાં મશીનના અંદર બનાવેલ ચોરખાનામાંથી ૧૮૦ નંગ દારૂ ની બોટલ જેની કી. રૂ. ૩૫ હજાર નો દારૂ લઇ જતો ચાલક રતનલાલ પ્રહલાદ સૈની રહે. ધરમપુર ત્રણ દરવાજાની ધરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રથમ વાર હરતું-ફરતું રસ કાઢવાનું મશીન માંથી દારૂ મળી આવતા પોલીસ આડ્ઢર્યચકિત થઈ ગઈ હતી પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ રીતે રસ ના કોલા માં પણ લોકો હવે દારૂની હેરાફેરી કરતા થઈ ગયા છે.