Vishesh News »

અબ્રામામાં ભાજપા દ્વારા વોલ પેન્ટિંગ કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને પેજ કમિટીના સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને આજરોજ ‘વોલ પેન્ટીંગ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઉપસ્થિત આગેવાનો, કાર્યકર્તાઓ ને વિગતવાર માહિતીઓ આપી હતી. જે બાદ વલસાડ શહેરના અબ્રામા મણીબાગમાં વોલ પેન્ટીંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ધરમપુરના ધારાસભ્ય કપરાડાના ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો વિવિધ મંડળના સભ્યો પ્રમુખ વિવિધ મોરચાના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા.