Vishesh News »

વાપી હાઈવેની ગટર બનાવવવાની કમાગીરીમાં પાણીની પાઈપલાઈન તૂટી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૭ ઃ વાપી હાઈવે સર્વિસ રોડની બાજુમાં ગટર લાઈન બનાવવાની કામગીરી કરતા પી.ડબ્લ્યુ.ડી વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનથી વાપી નગરપાલિકાની પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પાડતા આ પાઇપલાઇનમાં પડેલ ભંગારને તાત્કાલિક રીપેર કરવા માટેની કામગીરી વાપી નગરપાલિકાના પાણી વિભાગના હાઇડ્રોલીક ઈજનેર સંજય ઝા અને તેમની ટીમ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાય છે અને મોડી રાત્રે નેશનલ હાઇવે નંબર ૪૮ ની ઉપર આવેલ ગોકુલ વિહાર ટાઉનશીપ, રાજમોતી સોસાયટી અને ચીકુવાડી વિસ્તારમાં પાણી સપ્લાય આપવામાં આવશે જ્યારે વાપીના નૂતન નગર, સુલપડ વિસ્તાર અને જલારામ મંદિર જમનાનગર વિસ્તારમાં રાબેતા મુજબ વહેલી સવારમાં પાણી પુરવઠો વિતરણ કરવામાં આવશે. જોકે આ પાઇપ લાઇન વારેઘડીઍ તોડી નાખનાર પીડબ્લ્યુડી વિભાગના કામ કરતી ઍજન્સીના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જરૂરી છે.