Vishesh News »

જે પોષતું તે જ મારતું - માઈકે પ્લાસ્ટિક

ડોક્ટર કહે છે - ડો. યોગેશ વેલાણી માઈક્રો પ્લાસ્ટિક - અજર, અમર જેવું છે, ઍના ગેરફાયદાઅો નજર સામે રાખી, અોછો ઉપયોગ થાય, ઍવું કરવાથી ભવિષ્યની પ્રજા માટે હેલ્ધી વાતાવરણ આપણે આપી શકશું અત્યંત ગરીબ પોતાની ગરીબી થી કટાળીને કઠોર ભક્તિના માર્ગ ચાલ્યો, તો ત્યાં ઍને ઍક ચમત્કારિક સંત મળ્યા, જેણે ઍની મુશ્કેલીનો ઉકેલ કહ્ના, તું જે પણ વસ્તુને-વ્યક્તિને સ્પર્શ કરીશ ઍ સુવર્ણની બની જશે. પછી ઍ પથ્થર હોય જીવિત વ્યક્તિ ! જા... મારા તને આશીર્વાદ છે. કે આશીર્વાદ મળ્યા પછી મૂંઝાતી-મૂંઝાતી વ્યક્તિ પોતાના ઘેર આવી અને ઍક ખૂણામાં બેસી રહી. ત્યાં જ ઍની પત્ની આવી અને ઍની મૂંઝવણ વિશે પૂછ્યું. ઍણે બધી વાત કરી. ઍની પત્ની તો ખુશ થઇ ગઇ. ઍમાં મુંઝાવ શું છો ? ચાલો, આ પથ્થર પડ્યો ઍને તમે અને તમે અડો જોઉં ! અને તો ગજબ થઈ ગયો. પથ્થર સોનાનો થઈ ગયો હતો. ઍની પત્ની સોનાંના પથ્થરને લઇ શહેરમાં ગઇ અને રહેવા માટે સરસ ઘર, ઘરવખરી, ગાડી, ઘોડા વગેરે લઈ આવી તે આ પોતા માટે, પતિ માટે તેમજ તેમની ઍક વહાલસોયી દીકરી માટે સરસ નવાં કપડાં વગેરે લઇ આવી, તો પણ પૈસા તો ઘણા બધા બચ્યા હતા. ત્યાં તો ઍની દીકરી નવાં કપડા પહેરીને આવી. બાપા, હું કેવી લાગું ? ? કહીને વ્યક્તિ પાસે ગઈ તો ઍનાથી ન રહેવાયું અને બેટા, તું તો પરી જેવી લાગે છે ઍમ કહીને ઍનાં માથા ઉપર હાથ મૂક્યો અને દીકરી સોનું ??? ???...! આ તો કહેવાય છે... ઍમ કહીને કયા શરૂ કરે ઍવી વાત છે! આમાં તથ્ય ઍટલું જ છે કે, જે પોષતું તે જ મારતું ઍ સનાતન સત્ય છે ! પ્લાસ્ટિકની શોધ થઈ ત્યારે આપણને જેને અડીઍ ઍટલે ઍ સોનાનું થઈ જશે.. તમારી સુખ-સગવડ વધારી દેશે અને ઍ પણ બહુ જ સસ્તામાં-ઍવું લાગ્યું હતું ને ! પ્લાસ્ટિકની ઍના વજનના -માણમાં તાકાતનો રેશિયો વધુ છે. ઍટલે જ પેકેજિંગ મટિરિયલ તરીકે ઍના ઉપયોગ થાય છે. જેમ કે, બે ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ બસો ગ્રામ ચીઝના પેકેજિંગ માટે થાય છે. આવું જ તમે દૂધ માટેની પ્લાસ્ટિકની બોટલ, દર્દી માટે, શિખંડ માટે તેમજ બીજી ખાવા-પીવાની વસ્તુઓના પેકેજિંગ માટે પ્લાસ્ટિક બહોળા પ્રમાણમાં વપરાય છે. કેમ કે, ઍ સસ્તું છે, હલકું છે, છતાં મજબૂત છે.પ્લાસ્ટિક બનાવવા માટે બહુ મહેનતની, ઍનર્જીની પણ જરૂર નથી પડતી. ઍ ઓછી જગ્યામાં વસ્તુઓને સારી રીતે સાંચવે છે. જેમ કે, ફ્રીઝમાં ઓછી જગ્યામાં વધારે વસ્તુઓનો સમાવેશ કરવાનો હોય છે, જેનું વજન પણ ઓછું હોવું જોઇઍ તેમજ ઍ ફ્રીઝની ઠંડકને પણ અંદર રાખેલી વસ્તુઓ સુધી ઝડપથી મોકલે. આના માટે પ્લાસ્ટિક કરતાં બીજી કઇ વસ્તુ હોઇ શકે ? બિલ્ડિંગમાં પહેલાં લોખંડના પાઈપ વપરાતા, પણ ઍમાં કાટ લાગી શકે અને તૂટવાની તેમજ રિપેરની માથાકૂટ રહે. જ્યારથી પ્લાસ્ટિકની પી.વી.સી.ની પાઈપો આવી છે, ત્યારથી પ્લમ્બર માટે આશીર્વાદરૂપ બની છે. હલકું વજન, વાળો ઍમ વળે, વજન સહેવાની શક્તિ, ઇન્સ્યુલેટર, વીજળીના તાર ઉપર કવચ તરીકે આ બધું જ હોવા છતાં કિંમતમાં સસ્તા...! ઍટલે જ વિશ્વ આખામાં પ્લાસ્ટિકની ખપત વધી છે. વિશ્વમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન વર્ષે ૩૬૦ મિલિયન ટનનું છે. ઍટલે કે, દરેક વ્યક્તિ દીઠ વાર્ષિક ૪૫ કિલો જેટલું ! વ્યક્તિ-પશુ, ઝાડ-પાન આ બધું જ નાશવંત છે, પણ... પ્લાસ્ટિક ઍક ગણતરી પ્રમાણે સેંકડો વર્ષ સુધી અજર-અમર રહેવાના આશીર્વાદ સાથે આવ્યું છે. તમને કદાચ નવાઇ લાગશે કે, તમે વાપરતાં હો ઍવી દસ કોસ્મેટિક આઇટમમાંથી નવમા પ્લાસ્ટિક-માઇક્રો પ્લાસ્ટિક હાજર હોય જ છે. આ ઍના પેકેજિંગની વાત નથી, તમે જે તમારા ચહેરાને સુંદર બનાવવા વાપરો છો, તમારા હોઠને વધુ લાલ બનાવવા, આંખોની પાપણ માટે, ત્વચા માટે, વાળ માટે જે જે સૌંદર્ય -સાધનો વાપરો છો, ભારતમાં જ નહીં વિશ્વમાં તેમાં નેનો પ્લાસ્ટિક ઉપયોગમાં લેવાય છે ! માઇક્રો પ્લાસ્ટિક ઍટલે પ્લાસ્ટિકની થેલીના નાના ટુકડા, જે શેરીઓમાં ઊડતા હોય, કચરામાં પડ્યા હોય ઍ નહીં, પણ ઍનાથી પણ નાના નરી આંખે ન જોઈ શકાય ઍવાને નેનો પ્લાસ્ટિક કહે છે. આને લીધે સૌંદર્ય -સાધનોમાં વપરાતાં કેમિકલો ઍક બીજા સાથે જોડાયેલા રહે છે અને -સાધનને ઘાટો બનાવે, ઍમાં રહેલું તેલ અને બીજા પ્રવાહીને અલગ થતાં રોકે, તમારી ચામડી તેમજ વાળ ઉપર ‘કોટિંગ’ કરે, તમારા મેકઅપને વોટર-ૂફ બનાવે, તમારા વાળને સેટ કરે, નેલ પોલીશ વધુવાર નખ ઉપર રહે-આમ સૌંદર્ય -સાધનોના ધંધા માટે લિક્વિડ પ્લાસ્ટિક કે નેનો પ્લાસ્ટિક બહુ જ... બહુ જ કામની વસ્તુ છે. પણ, તમે જેટલીવાર મેકઅપ પછી તમારું મોઢું સ્વચ્છ કરો છો ઍટલીવાર પાણી સાથે આ માઈક્રો પ્લાસ્ટિક ગટરમાં જાય છે અને અંતે ધરતીમાં કે પછી સમુદ્રનાં જળમાં સમાઈ જાય છે. લગભગ ૩૮ હજાર ટન જેટલો માઈક્રો પ્લાસ્ટિકનો કચરો આપણે દર વર્ષે ધરતી અને સાગરમાં ઉમેરીઍ છીઍ. ધરતીમાં સમાયેલું આ માઇક્રો પ્લાસ્ટિક પાણીમાં ઓગાળીને આપણે ખેતરમાં વાવેલાં શાકભાજી, અનાજ, ફળોમાં પ્રવેશે છે અને ત્યાંથી આપણી પાસે.. આપણા ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશીને તોફાન મચાવી શકે છે ! નોર્વેમાં કરાયેલા સર્વેમાં લગભગ ૮૦ ટકા લોકોના બ્લડ સેમ્પલમાં ઓછા-વતા પ્રમાણમાં ઍની હાજરી હતી. માતાના ગર્ભમાં રહેલાં બાળકની જીવાદોરી પ્લેસેંટામાં તેમજ માતાનાં દૂધમાં પણ ઍની હાજરી હતી. આવું જ પાણી દ્વારા સમુદ્રમાં પહોંચીને ત્યાંના જીવોમાં પ્રવેશે છે. માછલીઓમાં તેમજ બીજા સમુદ્રી જીવોમાં ઍની ગંભીર હાજરીની નોંધ વૈજ્ઞાનિકોઍ લીધી છે. તમે નાના હતા ત્યારે સાઇકલ, મોટા થયા ઍટલે સ્કૂટર અને કમાતા થયા ઍટલે કારમાં ફરવાની મજા લીધી હશે ! પણ તમને ખબર છે ? આ બધાં વાહનોનાં પૈડાં જેમાંથી બને છે ઍ પ્યોર રબર નથી હોતું. કેમ કે, ઍટલું રબર વિશ્વમાં મળવું પણ મુશ્કેલ છે તેમજ પ્યોર રબરમાં ઘર્ષણ સહન કરવાની શક્તિ પણ ઓછી હોય છે. ઍટલે સિન્થેટિક પ્લાસ્ટિક -રબરના ટાયર જ વપરાય છે. જ્યારે રોડ ઉપર ટાયર ઘસાય ત્યારે ઍમાંથી ઘસારો નીકળે છે-જે માઇક્રો પ્લાસ્ટિકનો હોય છે. ઍટલે રોડ ઉપર પેટ્રોકેમિકલના ધુમાડાની સાથે સાથે માઇક્રો પ્લાસ્ટિકનો કચરો પણ આપણા ફેફસાંમાં પ્રવેશે છે. ફરવા જાવ ત્યારે પિકનિક પર, લગ્ન પ્રસંગે, સભામાં-મિટિંગમાં કે કોઇ અન્ય ફંકશનમાં તમે પાણીની બોટલ ખોલીને ઍમાંથી જ પાણી પીવાનું પસંદ કરો છો-ખરું ને ! પણ તમને ખબર છે, પ્લાસ્ટિકની પાણીની બોટલ પાણી સાથે તમારા શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક રૂપી ઝેરને રોજ થોડુંક થોડુંક તમારા શરીરમાં દાખલ કરો છો ! હાલમાં જ ઍક સંશોધનમાં આ માઈક્રો-નેનો પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય ? આપણી જૂની રીત, પાણીને ગરમ કરી, ગાળીને પીવાથી જ સાચી રીત છે ઍવું પુરવાર થયું, પણ વૈજ્ઞાનિક રીતે ! કેમ કે પાણી ગરમ કરવાથી તેમાં રહેલા કેલ્સિયમ, મેગ્નેશિયમના કણ નીચે બેસી જાય છે અને સાથે સાથે નેનો પ્લાસ્ટિકના કણ પણ ઍને ચોંટીને નીચે બેસી જાય છે. ઍટલે જ્યારે તમે આ ગરમ કરેલા પાણીને ગાળીને પીઓ છો ત્યારે તમે માઈક્રો પ્લાસ્ટિકના કણોથી દૂર રહો છો ! માઈક્રો-નેનો પ્લાસ્ટિકથી નુકસાન શું થાય ? આ સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણ આપણા ખોરાક, હવા, પાણી દ્વારા શરીરમાં પ્રવેશે, લોહીમાં ભળે અને પછી ઍ આપણા અગત્યના અંગો ઉપર હુમલા કરવાનું શરૂ કરે. આપણા હોર્મેન્સ ખાસ કરીને સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજન, પુરુષોમાં ટેસ્ટોસ્ટિરોન તેમજ ઈન્સ્યુલીન તો નક્કી કરીને, ઍના જેવી જ બાહ્ના અસરો ઊભી કરીને આંતરિક રીતે આપણને આ હોર્મોન્સની કમી ઊભી કરે છે અને ઍના લીધે થતી શારીરિક વ્યાધિઓગ્રસ્ત બનાવે છે. ખાસ કરીને બહેનોમાં થતી વ્યાધિ પોલીસિસટીક - ઓવરી, પુરુષોમાં વંધત્વ તેમજ ડાયાબિટીસ ટાઈપ-૨ જેવા રોગો થઈ શકે. ઍમાં રહેલાં કેટલાંક કેમિકલો જેવાં કે ડાયોક્સીન તેમજ બીજાં ઝેરી દ્રવ્યો આપણા શરીરમાં જઈને આપણી મેટાબોલીઝમને બગાડી ઓબેસિટી, મેટા બોલીક સિન્ડ્રોમ, ફેટી લિવર વગેરેની ભેટ આપી, હાર્ટઍટેક, કેન્સર જેવી ગંભીર બીમારી તરફ દોરી જઈ શકે. આપણી ઈમ્યુન સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિ આપણા પાચનતંત્રમાં રહેલી હોય છે. આશરે ૭૦ ટકાથી ૮૦ ટકા નેનો માઈક્રો પ્લાસ્ટિક પાચનતંત્રમાં જઈને આપણી આંતરિક માઈક્રોબીઆનાં વાતાવરણને બગાડી નાખે છે. મિત્ર બેકટેરિયાને જીવવું હરામ કરી નાખે, ઍટલે આપણી રોગપ્રતિકારક સિસ્ટમ પણ ખોરવાઈ જાય અને ખરાબ બેકટેરિયાઓને ખુલ્લું મેદાન મળી જાય. સંશોધનોનું માનવું છે કે, અમેરિકામાં દરેક વ્યક્તિ આશરે ૫૦,૦૦૦ માઈક્રો પ્લાસ્ટિકના કણો દર વરસે ખોરાક, પાણી, હવા દ્વારા પોતાના શરીરમાં દાખલ કરે છે. જો કે, જો તમે પ્લાસ્ટિકની જ બોટલમાંથી પાણી પીવાનો શોખ રાખતા હોય તો આ સંખ્યા ૧,૨૦,૦૦૦ જેટલી થઈ જાય ! આનાથી બચવું કઈ રીતે ? પ્લાસ્ટિકની બોટલ કરતાં સ્ટીલ કે કાચની બોટલમાં ઍકવાર ગરમ કરેલું - ગાળેલું પાણી જ પીવા માટે વાપરો. પ્લાસ્ટિક ઍકવાર વાપરવા માટેનું હોય ઍનો ઉપયોગ ટાળો ઍને બદલે ઘરેથી થેલી લઈ જઈ ઍમાં શાક, ફળો વગેરે લઈ આવો. લાસ્ટિકનો ઉપયોગ રોડ બનાવવામાં અત્યારે થઈ રહ્ના છે. ચેન્નાઈમાં ૨૦૦૨માં પહેલા પ્લાસ્ટિક ડામર, પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ રોડ બન્યા. ત્યારબાદ ૨૦૦૦ કિ.મી.ના બેંગ્લોરમાં અને આવા ૧૩,૦૦૦ કિ.મીના રોડ ભારતમાં બનાવવાનો પ્લાન છે.ટાયરમાંથી નીકળતા માઈક્રો – નેનો પ્લાસ્ટિકના કણો પોઝિટિવ ચાર્જડ હોય છે. ઍટલે જો ટાયરની ઉપર નેગેટિવ ચાર્જડ પ્લેટ મૂકવામાં આવે તો વાતાવરણમાં ફેલાતાં માઈક્રો પ્લાસ્ટિકના કણો ઘણા ઓછા થઈ જાય. ભેગું કરેલું ભોગવી શકાશે કે કેમ ? ઍ ખબર નથી, પણ ભેગું કરવા માટે જે કર્મો કર્યા ઍ ભોગવવાં પડશે, ઍ નક્કી જ છે.