Vishesh News »

...તો બધા પયંગબરો ઍક સામટા પોતાના ધર્મગ્રંથો પાછા ખેîચી લેત

વાંચન-આચમન, શીતલ ઉપાધ્યાય જે દેશમાં દરરોજ ક્યાંકને ક્યાંક ધર્મને નામે બે-પાંચ માણસોને મારી નાખવામાં આવે, ઍ દેશને ધાર્મિક કહેવડાવાનો અધિકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખૂણે, પોલીસ ગોળીબારમાં બે-પાંચ માણસો મરી જતા હોય ઍ પ્રજાને પોતાને શાંતિપ્રિય તરીકે અોળખાવવાનો અધિકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મિકતા તો હવે મશ્કરીનો વિષય બની ગઈ છે. પડ્ઢિમના લોકો કરતાં પણ આપણે વધું સંપતિપ્રિય અને ભૌતિકવાદી છીઍ. ઍમ ન હોત તો આધ્યાત્મિકતાની માળા જપતાં જપતાં અમેરિકા તરફ સામૂહિક દોટ ન મુક્ત. આપણા લોકો લાખોની સંખ્યામાં અમેરિકા અને અખાતના દેશોમાં જાય, ઍને ભૂલાવી દઈને ત્યાંથી બે-પાંચ માથા ફરેલા લોકો આપણા દેશાં આવીને કોઈ ધર્મગુરૂના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મિકતાનું ગર્વ લેવા માંડીઍ છીઍ ! પણ, ઍ ધર્મગુરૂ પોતે ઍરકન્ડીશન મશીન, રેફ્રીઝરેટર અને ટેલિવિઝનની સંસ્કૃતિમાં રાચતા હોય છે ! ઍમને ધર્મનો પ્રચાર કરવા માટે પડ્ઢિમના બધા ભૌતિક સાધન સગવડોની ગરજ રહે છે ! વિડિયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલુ તકલાદી ગણાય! દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાઍ ધર્મને પણ નથી છોડ્યો. મંદિરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને ઍનું પાટિયુ મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મિક સ્થાનો પણ મોટા સ્થાપિત હિતો બની ગયા છે. માણસ માણસ વચ્ચે ધર્મની દિવાલ આવીને ઉભી રહી ગઈ છે. ધર્મના સ્થાનો ઉપર અધર્મીઅોઍ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસંપર્ક અને પ્રચારના આધુનિક કીમિયા અજમાવે છે અને ધર્મ સ્થાનોને ફિલ્મી મનોરંજનની કક્ષાઍ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઅો સાંભળવા જવુ ઍ ફેશન બન્યુ છે. બધા પયગંબરો આજના ધર્મની અવદશા જાઈ શકત તો ઍક સામટા પોતાના ધર્મગ્રંથોને પાછા ખેîચી લેત. આપણાં દુખ દર્દોનું અોસડ ધર્મના ઍજન્ટો પાસે નથી, ઍ સત્ય આપણને ક્યારે સમજાશે ? (યાસીન દલાલના ‘ચાલો, વિચારીઍ’માંથી)