Vishesh News »

‘કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા, ઘણી ઘડે જુજવા રે ઘાટ’

સંવેદન- બાબુ ચૌધરી, નાનાપોîઢા ‘‘સોંગ ઓફ માઈસેલ્ફ’’ ઍ અમેરિકાના મહાન કવિ વોલ્ટ વહીટમની અદભુત કવિતા છે. કાવ્યની ક્ષણે ક્ષણે સ્પર્શતી તાજગી, સૂક્ષ્મદર્શન, બોલકી, શરીરાળુતા, અપ્રતિમ જુસ્સો અને વાણીનો વૈભવ અનન્ય છે.વહિટમ કહે છે કે, ‘‘આ રાત દિવસને મારી સંગે મૂકી દે, મળશે તને કાવ્યોના ગર્ભમાં જવાનો વૈભવ પૃથ્વી અને સૂર્યના શુભ તત્વનો તને મળશે અનુભવ ...છતાં પણ બાકી રહી જશે લાખો સુરજ.’’ રાત દિવસ ઍટલે સમય. તું સમયને મારા સહવાસમાં ચૂપ કરી દે અને આપોઆપ તને સમજાઈ જશે કાવ્યોનો મર્મ. હરીન્દ્ર દવેની કાવ્યપંક્તિ યાદ આવે છે ઃ ‘તે પૂછ્યો કાવ્યનો મર્મ અને હું દહીં બેઠો આલિંગ.’ આલિંગન વખતે સમય નામનું વસ્ત્ર સરી પડે છે. વ્હીટમન સમયની સાથે સાથે સમયને વિસરી જવાનું કહે છે. ઍવી જ રીતે મરીઝ કહે છે કે તારા સમયને હું વિતાવુ તો જીવન બની જશે. ખૂબ જ માર્મિક શેર છે ‘‘તારો સમય કે નામ છે જેનું ફક્ત સમય ઍને જો હું વિતાવુ તો જીવન બની જશે જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે, જે કંઈ તું આપશે સનાતન બની જશે.’’ સમય અને અસ્તિત્વ ઍકાકાર થઈ જાય ત્યારે ઘટનાઓનો લોપ થાય છે. મરીઝ કહે છે કે તમારે -સંગો શોધવા હોય તો મારા જીવનમાંથી શોધી શકો છો પણ મારું આખું જીવન હવે સ્વીકૃત બની ગયું છે. હવે કોઈ નકાર નથી પણ ફક્ત આવકાર છે. ‘‘શોધો પ્રસંગને ઍ તમારા ઉપર રહ્નાં, આખું જીવન અમારું હવે આવકાર છે.’’ સ્વીકૃતિ સ્વભાવ થઈ જાય પછી અભાવ છે કે નહીં તે વાત પણ ભૂલી જવાય છે. મરીઝ કહે છે કે કેટલાય વખતથી મેં હૃદય સામે જોયું નથી. ‘‘ઘણો સમય થયો જોયું નથી, હૃદયની તરફ નથી ખબર કે હતી આગ તે બૂઝી કે નહીં! મરીઝ મૌન છે કાયમ છતાં ગઝલ દ્વારા અમે કરી લીધી સૌ દિલની માંગણી કે નહીં!’’ મૌન ખીલી ઉઠે , સમય થંભી જાય અને ધ્વનિ ચૂક થઈ જાય ત્યારે સાચા પ્રેમનો, પરમ પ્રિયતમના ઘરનો રસ્તો મળે છે. ‘‘હવે જ સાચી મોહબ્બતની રાહ આવી છે, કદમ ઉઠે છે બરાબર અને અવાજ નથી મેં ઍમનાથી યે મોં ફેરવી લીધું છે મરીઝ આ નમ્રતાની છે અંતિમ હદ, મિજાજ નથી.’’ સમયની આપાધાપીમાં અને અફડાતફડીમાં કેટલાક મુકામ ઍવા આવે છે કે પ્યાસાને પાણી નથી મળતું અને મળે છે ત્યારે તરસ નથી હોતી. ‘‘સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પિતાતા, હતી જે ઍક જમાનામાં હવે ઍવી તરસ ક્યાં છે!’’ વાસ્તવિકતા ઍ છે કે કોઈના દિવસ ઍક સરખા દુઃખમાં કે સુખમાં જાતા નથી, પણ મરીઝ કહે છે કે તમે દિવસોની વાત કરો છો અમારે તો વર્ષોથી ઍકધારી આકરી જિંદગી જીવવી પડી છે. ‘‘અહીં તો ઍકધારી જિંદગી વિતી છે વર્ષોથી તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.’’ સમય થયો નથી, સમય બાકી છે ,સમય કાચો છે, સમય પાકો છે અને સમય સમયનું કામ કરે જાય છે. મરીઝ ને ઍક ઍવા સમયની ઝંખના છે કે મન થાય ત્યારે મળવાનો સમય થઈ જાય તો ઍને મોહબ્બતનો વિજય કહી શકાય. ‘‘કોઈ ઍ રીતે મહોબ્બતનો વિજય થઈ જાઍ જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાઍ આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં સ્મિત જો ઍમાં ભળી જાય પ્રણય થઈ જાઍ.’’