Vishesh News »

ચીખલી તાલુકાના સરકારી કર્મચારી-અધિકારીઅો જનતા -ડે છતાં ક્રિકેટ મેચમાં ગુલતાન !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૧૫ ઃ ચીખલી તાલુકાના હરણગામ ગામે આવેલ જેમ્સન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારના રોજ ચીખલી તાલુકા સરપંચ ઍસોસિઍશન આયોજિત સમસ્ત તાલુકા વિભાગ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગની ટીમ, ચીખલી તાલુકા પંચાયત ટીમ, તલાટીની ટીમ, સરપંચની ટીમ વચ્ચે મુકાબલો જામ્યો હતો આ ક્રિકેટ ટીમમાં સરકારી કર્મચારીઓ ખેલાડી હોય ત્યારે જનતા ડે ના દિવસે ક્રિકેટનું આયોજન કરાતા તાલુકા પંચાયત કચેરીઍ આવેલા અરજદારો વિલા મોઢે પરત ફર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીમાં કેટલીક મહિલા કર્મચારીઓ સિવાય ખાલીખમ રહી હતી ઍટલું જ નહીં પરંતુ હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોય અને બીજી બાજુ ચૂંટણીનો માહોલ હોય ત્યારે તાલુકાની જવાબદારી જેના શિરે રહી છે તેવા તાલુકા વિકાસ અધિકારીઍ પણ ક્રિકેટની મજા માણી હતી. ચીખલી તાલુકાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ ઉપર જિલ્લા કક્ષાના અધિકારીઓનો હાક અને ધાક ન રહેતા તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ મન ફાવે તે મુજબ કામગીરી કરી રહ્ના છે જેમાં સરકાર દ્વારા સોમવાર અને ગુરુવારને જનતા ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ બે દિવસે અધિકારીઓઍ પોતાની કચેરીમાં જ હાજર રહેવાનું હોય છે. જેથી કરીને ગામડેથી આવતી પ્રજાને સરકારી કામ માટે ધક્કો ખાવો ન પડે ! પરંતુ ચીખલી તાલુકા પંચાયત કચેરીના તાલુકા સહ વિકાસ અધિકારી હરણગામ ગામે આવેલ જેમ્સન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ક્રિકેટ ટીમ જેમાં તાલુકા પંચાયત કર્મચારી, આરોગ્ય વિભાગના કર્મચારી, તલાટીની ટીમ, સરપંચની ટીમ અને ઈ-મીડિયાની ટીમ વિગેરે વચ્ચે ટુર્નામેન્ટ યોજાઇ હતી. ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા જનતા ડે ના દિવસે ચાલુ નોકરીઍ ક્રિકેટ રમવા જાય અને સરકારી કચેરી ખાલી ખમ હોય ત્યારે ગામડેથી સરકારી કામકાજ અર્થે આવતી પ્રજાને તાલુકા માંથી ઍક જવાબ મળતો રહ્ના કે, ચૂંટણીલક્ષી કામગીરી હોય બધા કર્મચારીઓ મિટિંગમાં ગયા છે. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોય તેમ જ ચૂંટણીનો માહોલ ચાલી રહ્ના છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી પણ મેદાન ઉપર ક્રિકેટની મજા માણતા તસવીરમાં કેદ થયા છે ત્યારે તાલુકાની પ્રજાઍ ફરિયાદ કરવી તો કોને કરવી ? તો બીજી બાજુ આરોગ્ય વિભાગના કર્મચારી અને તલાટીઓ પણ ચાલુ નોકરીઍ ક્રિકેટ રમતા હોય ત્યારે નવસારી જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આવા કર્મચારીઓ સામે કેવા પગલાં ભરે તે હવે જોવું રહ્નાં.