Vishesh News »

દાનહમાં આવાસ યોજનાના ૨૫૫ લાભાર્થીઅોને ડ્રોથી અપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૫ ઃ ભારત સરકાર દ્વારા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (પ્ંણ્શ્ખ્) દ્વારા તમામ મિશન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) આવાસની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો અમલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સેલવાસ શહેરમાં કરવામાં આવી રહ્ના છે. ઍફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (ખ્ણ્ભ્) ઘટક હેઠળ કુલ ૧૨૩૨ હાઉસિંગ ઍકમોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ૭૦૪ આવાસ ઍકમો બાલદેવીમાં અને ૫૨૮ આવાસ ઍકમો આંબેડકરનગરમાં બાંધવામાં આવ્યા છે.દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી અને દાદરા અને નગર હવેલીના કલેક્ટર પ્રિયંક કિશોર, આર.ડી.સી મોહિત મિશ્રાના માર્ગદર્શન હેઠળ નિવાસી નાયબ કલેકટર અમિત કુમાર, ચીફ ઓફિસર સંગ્રામ શિંદે નગરપાલિકાના નેતૃત્વ હેઠળ ૨૫૫ લાભાર્થીઓને સોફટવેર દ્વારા ડ્રો કરીને પારદર્શક રીતે આવાસ વિતરણ કરવામાં આવ્યું હતું. કલા કેન્દ્રના ઓડિટોરિયમમાં રાખેલ કાર્યક્રમમાં આંબેડકર નગર, પીપરીયાની જગ્યા પર આપવાના ફલેટનો ડ્રો કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો ડેમો સોફટવેર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો ત્યારબાદ ફલેટનો પણ ડ્રો કરવામાં આવ્યો હતો.