Vishesh News »

ધરમપુરમાં ચૂંટણીલક્ષી ફલેગમાર્ચ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૫ ઃ આગામી યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ધરમપુરના પી. ઍસ. આઇ. આર. કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર ધરમપુર નગરમાં ફલેગ માર્ચ કરાયો હતો. લોકસભાની ચૂંટણી અનુસંધાને ધરમપુર નગરના તમામ વોર્ડ વિસ્તારના વાલોડ ફળિયું, માછીવાડ, હાથીખાના, દશોદીફળિયું, ગાર્ડન રોડ, સમડી ચોક, મોટા બજાર, ઍસ. ઍમ. ઍસ. ઍમ. હાઇસ્કુલ જેવા વિસ્તારોમાં ધરમપુર પી ઍસ આઇ આર.કે પ્રજાપતિ સહિત ૩૦ જેટલા ઍસ.ઍ. પી. ઍફના જવાનો તેમજ ૨૦ જેટલા પોલીસ કર્મીઓ સાથે તે ફલેગ માર્ચ તેમજ સંવેદનશીલ બુથોની વિઝીટ કરવામાં આવી હતી. આગામી યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ધરમપુર પોલીસ દ્વારા ચુસ્તપણે કાર્ય થઈ રહ્નાં છે.