Vishesh News »

દાનહમાં ભાજપના મોવડીઅોઍ સમય સાચવી લીધો

લોકસભા-૨૦૨૪ની ચૂંટણી માટે વલસાડ-ડાંગ બેઠક પર ભાજપમાંથી ધવલ પટેલ અને દાદરા નગર હવેલીની બેઠક પર શ્રીમતી કલાબેન ડેલકરના નામોની જાહેરાતથી ઘણાં બધાને આડ્ઢર્ય લાગ્યું છે. પરંતુ પાછલા કેટલાક સમયના રાજકીય પ્રવાહો જાઈઍ તો આ બાબત ઍટલી બધી આડ્ઢર્યજનક પણ નથી. પહેલાં દાદરા નગર હવેલીની બેઠક પરની મધ્યવર્તી ચૂંટણીમાં શિવસેનામાંથી ઉભા રહેલા પણ ચિન્હ ન મળતાં સ્વતંત્ર ચિન્હ પર ચૂંટણી લડેલા કલાબેન ડેલકરને ૨૦૨૪ની ચૂંટણી માટે ભાજપાઍ ટીકીટ આપી છે અને આજે તેઅો વિધિવત રીતે ભાજપમાં સંખ્યાબંધ સમર્થકો સાથે જાડાશે. સાથે તેમના પુત્ર અને હાલ શિવસેના (ઉધ્ધવ જુથ)ના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર પણ ભાજપમાં જાડાશે. આમ તો દાદરા નગર હવેલીના રાજકારણમાં ડેલકર કુટુંબનો દબદબો રહ્ના છે અને તેમને કોઈપણ પક્ષના કયારેય ઍવા મોહતાજ થવાની જરુર પડી નથી. હાલમાં પણ તેમનુ પોતાનુ સંગઠન પ્રદેશમાં પુરતી શકિત ધરાવે જ છે. ભાજપની બીજી યાદી જાહેર થઈ તેમાં શ્રીમતી કલાબેન ડેલકરનું નામ આવ્યા બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા બહાર આવી છે અને તેમણે કલાબેન ડેલકરને મુશ્કેલીના સમયમાં શિવસેનાઍ મદદ કરી હોવાનું જણાવી કલાબેન ડેલકર પરિવારે નમક હરામી કરી હોવાનો બળાપો કાઢયો છે. પરંતુ ઍ સમયના સંજાગો જાઈઍ તો તત્કાલીન અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકરે મુંબઇની હોટલમાં આત્મહત્યા કરી હતી અને આ આત્મહત્યા પાછળ પ્રશાસનની નીતીરીતિ જવાબદાર હોવાની વાત ઉઠી હતી. ઍ જાણીતુ હતું કે સ્વ. મોહનભાઈને પ્રશાસન સામે કેટલીક ફરિયાદો હતી જ. અને તેથી તેઅો અને તેમનો પરિવાર પ્રશાસન અંગે પૂર્વગ્રહિત હોઈ શકે. ઍમાં હકિકત પણ હોઈ શકે તો ઍ કોઈ જાણતું નથી. પરંતુ દેખીતી વાત ઍ હતી કે જયારે ડેલકર પરિવારને દિવંગત મોભી મોહનભાઈ ડેલકરના મૃત્યુ બાબતે ન્યાયની અપેક્ષા હતી ત્યારે સંઘપ્રદેશ કક્ષાઍ તેમની પડખે ઉભા રહે ઍવુ કોઈ વર્તાતું ન હતું. અને ઍવું પણ ચર્ચાયું હતું કે દાનહમાં ન્યાય નહી મળે ઍ અંદેશાથી સ્વ. ડેલકરે મહારાષ્ટ્રમાં જઈ જીવત ટુંકાવ્યું હતું. હવે ઍ સમયે મહારાષ્ટ્રમાં શિવસેના, ઍન.સી.પી. અને કોîગ્રેસ સંયુકત રીતે સત્તામાં હતાં અને શિવસેનાને ભારતીય જનતા પક્ષ સાથે ૩૬ નો આંકડો થઈ ગયો હતો. તેથી ઉધ્ધવ ઠાકરે અને અન્યો માટે સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેન્દ્રમાં મોદી સરકારને સાણસામાં લેવા માટેની ઍક ઉત્તમ તક વર્તાઈ હતી. આમા કોઈ શિવસેનાઍ ડેલકર પરિવારે ઉપકાર કર્યા જેવુ હતું નહીં. ઍ સમયે ડેલકર પરિવારને શિવસેના તરફ આશાની નજર હતી ઍનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. પરંતુ રાજકીય રીતે ખાઈ બદેલી ત્રણેય પક્ષોની ત્રિપુટીની ગુગલી ડેલકર પરિવારને ત્યારે સમજાઈ નહી હોય ઍ શકય છે. બીજુ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી વખતે જ સ્વ. મોહનભાઈ ડેલકરને ભાજપની ટીકીટ મળે ઍ માટેની તજવીજા બન્ને તરફથી થતી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું પરંતુ જે મધ્યસ્થીઅો હતાં તેમણે સ્વ. ડેલકરના રાજકીય વજુદને જ જાખમમાં મુકી દે ઍવી અવાસ્તવિક વાતોનું પૂંછડું પકડી રાખતાં વાત બની ન હતી. અને અંતે મોહનભાઈઍ અપક્ષ ઝંપલાવવુ પડયું હતું. થોડું કાળજીથી જાઈઍ તો સમજાશે કે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ઍ ચૂંટણી પછીના સમયમાં પણ મોહનભાઈ ડેલકર અને સંસદમાં ઍમના અપક્ષ સ્ટેટસનું મહત્વ પારખ્યું હતું. અને પુરતું મહત્વ જાળવી રાખ્યું હતું ઍટલે કે ભાજપના શિર્ષસ્થ નેતૃત્વઍ હંમેશા ઍ છેડો ખુલ્લો રાખવાની દુરદર્શિતા દાખવી જ હતી અને તેથી આ ચૂંટણીમાં દાનહની બેઠકને સુનિડ્ઢિત કરવા માટેનો દાવ ખેલી લીધો છે. હવે શિવસેના કે કોîગ્રેસ અહીં ગમે તેને મેદાનમાં ઉતારે ઍનુ કોઈ મહત્વ રહ્નાં નથી.