Vishesh News »

મુંબઇ ઍરપોર્ટ જઈ રહેલા નવસારીના પરિવારને અટકપારડીના પુલ પર વિચિત્ર અકસ્માત ઃ ૪ નો બચાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ નવસારી થી કારમાં ઍરપોર્ટ જઈ રહેલા પરિવારની કાર ગઈકાલે સાંજે વલસાડ નજીકના અટક પારડી હાઇવે પર વાંકીનદીના પુલ પરથી પૂરઝડપે દોડી કન્ટેનરને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. વલસાડમાંથી પસાર થતો નેશનલ ૪૮ પર અકસ્માતો અવારનવાર થતા હોય છે. વલસાડ જિલ્લામાં હાઈવે ઉપર અકસ્માતોના બનાવો વધી રહ્ના છે. ત્યારે વલસાડના અટકપારડી વાંકીનદીના પુલ ઉપર અવારનવાર ગંભીર અકસ્માતો બનતા હોય છે ત્યારે મોડી સાંજના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં નવસારીથી વોકવેગર કાર નંબર જીજે-૨૧-ઍઍચ-૦૬૧૨ માં સવાર પરિવાર મુંબઈ ઍરપોર્ટ પર જઈ રહ્નાં હતું. જે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી અટકપારડી નેશનલ હાઇવે નંબર ૪૮ પર વાંકીનદીના પુલ પાસેથી કન્ટેનરને ઓવરટેક મારવા જતા કારને ગંભીર અકસ્માત નડ્યો હતો અને નદીના પુલ ઉપર કાર કન્ટેનર અને પુલ સાથે ઘસડાતા કારમાં ભારે નુકસાની થઈ હતી. જોકે કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનામાં ટેન્કર નંબર જીજે-૧૫-ઍટી-૫૧૦૧ નો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જાયેલા વાહનોને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. વાંકી નદીના પુલ ઉપર બનેલી અકસ્માતની ઘટના પહેલાના પૂરપાટ ઝડપે કાર હંકારતા રુંશ્રત્ત્ર્સ્ન્રૂફિંઁ કારના સીસીટીવીમાં રોંગ સાઇડે ઓવરટેક મારવાની લાયમાં અકસ્માત થયો હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું.