Vishesh News »

ચિંચપાડામાં બાઈક સ્લીપ થતાં પિતાનું મોત, પુત્ર ઘાયલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ પારનેરામાં રહેતો પુત્ર પિતાને અતુલ કંપનીમાં છોડવા જતી વખતે વલસાડના ચિંચવાડા બાઈક સ્લીપ થતા પિતાપુત્રને ગંભીર ઇજા થતાં ૫૧ વર્ષીય પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને પારડીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વલસાડ તાલુકાના પારનેરા ગામના હનુમાન ફળિયામાં વિરેન શૈલેષભાઈ પટેલ સવારે પોતાના પિતા શૈલેષભાઈ બાબુભાઈ પટેલ ઉ.વ.૫૧,ને અતુલ કંપનીમાં મુકવા માટે પોતાની સ્પ્લેન્ડર મો. સા.નં. જીજે-૧૫-ઈડી-૭૩૦૬ પર નીકળ્યો હતો. તે દરમિયાન વલસાડના ચિંચવાડાગામે સ્કૂલ ફળિયા પાસે પુરઝડપે હંકારતા સ્પ્લેન્ડર બાઈક સ્લીપ થઇ જતાં બંન્ને પિતા-પુત્ર રોડ પર પટકાતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.અકસ્માત થતાં આજુબાજુનાં લોકો દોડી ગયા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં પારડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં પિતા શૈલેષભાઈને માંથા, હાથ-પગ અને શરીર પર ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર વિરેન પટેલ પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતની ઘટના બનતા વલસાડ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.