Vishesh News »

વાપી ઈનરવીલ કલબ અને દેવાણી પરિવાર દ્વારા રકતદાન શિબિર યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ ઃ વાપી વિસ્તારની ઇનરવીલ ક્લબ તેમજ દેવાણી પરિવાર દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી બહેનો દ્વારા સંચાલિત અને બહેનો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પનાં પ્રણેતા સ્વ. ભાવનાબેન દેવાણીની યાદગીરી સ્વરૂપે સાંદ્રા શ્રોફ ર્નસિંગ કોલેજ ખાતે હરિયા રોટરી હોસ્પિટલ બ્લડ બેન્ક ના સહકારથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા મહિલા રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૬૩ યુનિટ બ્લડ ઍકત્ર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ તમામ રક્તદાન ફક્ત બહેનો દ્વારા જ કરવામાં આવ્યું છે.નારી શક્તિ અને મહિલાઓ પણ રક્તદાન કરી શકે તેનું જવલંત ઉદાહરણ ઇનરવીલ ક્લબ વાપી અને દેવાણી પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવી રહ્નાં છે. જે નોંધનીય બાબત છે. આ કાર્યક્રમમાં વાપી નોટિફાઇડ તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર પ્રફુલભાઈ દેવાણી, પુર્વ આચાર્ય શ્રીમતી ભારતીબેન દેસાઈ, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ તેમજ ઇનરવિલ ક્લબનાં મહિલા મેમ્બરો, દમણગંગા ટાઈમ્સના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી, ર્નસિંગ કોલેજના પ્રિન્સિપલ સેમ્યુઅલ ફર્નાન્ડિસ તેમજ સ્ટાફ, રોટરી ક્લબના પ્રમુખ કૃષિક શાહ તેમજ અન્ય રોટેરિયન, હરિયા હોસ્પિટલના સી.ઇ.ઓ. ઇન્દ્રજીતસિંઘ તેમજ સ્ટાફ હરિયા હોસ્પિટલ અને રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્ના હતા.