Vishesh News »

બીલીમોરા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૧૪ : બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં મંગળવારે શ્રીરંગમ્ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરવાનો નવા આયમો સાથે સેતુ જોડવાનો રહ્ના હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ નવસારી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણભાઈ અગ્રવાલ ઍ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તાલીમાર્થીઓઍ ભવિષ્યના શિક્ષક તરીકે પોતાની ક્ષમાતાઓ બી. ઍડ. ની તાલીમ દરમિયાન પુર્ણતઃ વિકસાવવી જોઈઍ. નિવૃત્ત મેનેજર મોહનભાઇ પટેલે પોતાના વક્તવ્યમાં તાલીમાર્થીઓને પોતાના જીવનમાં કાર્ય માટે પુરી નિષ્ઠા અને અનુસાશનની ટેવ વિકસાવવા પર ભાર મુક્યો હતી અને સાથે તેઓઍ કોઈપણ કાર્ય માટે મહેનત અને સંઘર્ષ આવશ્યક છે. જે જીવનમાં આપણે સફળતા અપાવે છે તેમ જણાવી સૌને શુભકામના પાઠવી હતી. અતિથિ વિશેષ તરીકે સરકારી કૉલેજ ખેરગામના આચાર્ય ડૉ. સંજયભાઈ પટેલ, કોલેજના પુર્વ આચાર્ય ડૉ. દિનુભાઈ નાયક, બીવીકે મંડળનાં જસ્મીન દેસાઈ, સંસ્થાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી હ્લદયનાથ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ દયાસ્વરૂપભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટી પ્રેમસ્વરૂપભાઈ પટેલ, તાલીમાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં. મહેમાનોનો આવકાર અને સ્વાગત બી. ઍડ કોલેજના ઈ. ચા. આચાર્ય ડૉ. કલ્પેશભાઈ ટંડેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓઍ પ્રાર્થના, સિક્કિમ નૃત્ય, હળવું કંઠય સંગીત, દેશભક્તિ નૃત્ય, ઘુમર, માઇમ, સમૂહગીત, આદિવાસી નૃત્ય, નાટક, ઍકપાત્રિય અભિનય, ગરબો, શિવ તાંડવ જેવી કૃત્તિઓ રજૂ કરી પોતાના નાટ્ય અને કલાની ક્ષમતાઓને ઉજાગર કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. નમ્રતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કંડારાયો હતો.