Vishesh News »

ઊંટડીની લોક વિદ્યાલયને બોર્ડની પરીક્ષાનું પેટા કેન્દ્ર મળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ : ઊંટડીમાં આવેલ લોક વિદ્યાલયમાં ઘણાં વર્ષોથી ઍચ.ઍસ.સી.બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર છે. આ વર્ષે માર્ચ ૨૦૨૪ થી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પેટાકેન્દ્ર મળવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. પરીક્ષાના પ્રથમ દિવસે ઊંટડી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ કમલેશભાઈ દેસાઈ હાજર રહ્ના હતા. તેમણે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પેટાકેન્દ્રમાં આ વર્ષે ધોરણ ૧૦ ની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્ના છે.