Vishesh News »

વાપી કેબીઍસ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ : અત્રેચણોદ સ્થિત કે.બી.ઍસકોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજવાપીમાં નહેરુ યુવા કેન્દ્ર પારડી તાલુકાના સહયોગથી કોલેજના યુવાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મતદાન જાગૃતિનાકાર્યર્ક્મમાં કોલેજના ૧૫૦ વિઘાર્થીઓઍ ભાગ લીધો છે. જેમાં નહેરુ યુવા કેન્દ્ર ઉમરગામના કો- ઓર્ડિનેટર ઉમંગભાઈ ભંડારીઍ યુવાનોને પોતાનો મત કિંમતી અને પવિત્ર છે તેમજ દરેકનામતથી દેશના નેતાની પસંદગી થાય છે. તેથી દરેક યુવાનોઍ સમજદારી પૂર્વક યોગ્ય નેતાની પસંદગી કરી યોગ્ય નેતાને ચુંટવા માટે પણ સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં વાપી નહેરુ યુવા કેન્દ્રના કો- ઓર્ડિનેટર જયવંદનબારિયા, સાહિલ ભંડારી, યુવરાજ સિંહ, આકાશભાઈ તથા ગોવિંદભાઈ ગઢવી અને કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણ હાજર રહ્ના હતા. કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે આ જાગૃતિ કાર્યક્રમને સરાહના આપતા યુવાનોને યોગ્ય નેતાની પસંદગી કરવા દરેક મતદાન કેટલુ મહત્વનું છે તે સમજાવતા દરેક યુવાનોઍ મતદાન કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવા આહવાન કર્યુ હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કૉલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે સ્ટાફતથા નહેરુ યુવા કેન્દ્રનાસભ્યોનેતથાવિદ્યાર્થીગણનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રની ઍકતા અને અખંડિતાજાળવવા માટે આહવાન કર્યું હતું.