Vishesh News »

દાનહમાં કલાબેન ડેલકરને ભાજપાની ટીકીટ સાવ આકસ્મિક ઘટના નથી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ લોકસભા ચૂંટણીમાં દાનહ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરનું નામ જાહેર થતા ડેલકર સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમણે ભાજપની ટિકિટ મળ્યા બાદ ગુરુવારે સાયલી ખાતે ખાતે આવેલ ફાર્મ હાઉસ ખાતે પોતાના સંગઠન અને કાર્યકર્તાની મિટિંગ આયોજિત કરી હતી.આ મિટિંગમાં અભિનવ ડેલકરે કઠિન સમયમાં સાથ આપવા માટે બધા કાર્યકર્તાનો આભાર માન્યો હતો અને જુના બધા જ વેરઝેર છોડીને ભાજપ સાથે અને તેમના કાર્યકર્તા સાથે કામ કરવા માટે આહવાન કર્યું હતું. અભિનવ ડેલકરે ભાજપા સાથે ખભેખભા મેળવી પ્રદેશના વિકાસ માટે કામે લાગી જઈ ઍમની અપેક્ષા કરતા પણ વધારે ખરા ઉતરવાની ખાતરી આપી હતી તો આ પ્રસંગે દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કલાબેન ડેલકરે પોતાના કાર્યકર્તાઅોને અને સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે ઍક જનપ્રતિનિધિ તરીકે પ્રદેશમાં રસ્તા, પાણી, લાઈટથી લઈને વિદ્યાર્થીઅોના પ્રશ્નો વગેરે બાબતે કામો થવામાં અડચણ ભોગવવી પડી હતી પણ જયારે તેઅો પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા અને પોતાની વાત તથા પ્રદેશની સમસ્યા અંગે ચર્ચા કરી ત્યારે પ્રથમ મુલાકાતમાં જ વડાપ્રધાને તેમને દિકરી તરીકે ગણી આશ્વાસન આપ્યું હતું અને જયાં જરુર પડે ત્યાં બધો સહકાર આપવાની ખાતરી આપી હતી. ઍટલુ જ નહીં પણ તેમણે ઍ રીતે મદદ પણ કરી છે. હવે જયારે નરેન્દ્રભાઈ મોદીઍ આ પ્રદેશની જવાબદારી સોîપી છે ત્યારે આપણે ઍને નિભાવવાની છે. સ્વ. મોહનભાઈ ડેલકરના ગયા પછી સ્થિતિ બગડેલી જણાતી હતી પણ હવે ઍનાથી વધારે નહી બગડે. ઍની ખાતરી છે. કલાબેન ડેલકરે દાનહમાં પ્રજાકીય કામોમાં વિલંબથી કાર્યકર્તાઅોમાં નારાજગી અંગે પણ પોતે માહિતગાર હોવાનું જણાવ્યું હતું. અને રિસાયેલાની મનાવી લેવાશે ઍમ ઉમર્યુ હતું. હવે જયારે ટીકીટની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે છેલ્લી ચૂ઼ટણીમાં શિવસેના (ઉધ્ધવ જુથ)ના સહકારમાં અને સ્વતંત્ર ચિન્હથી વિજેતા બન્યા બાદ લોકસભા ૨૦૨૪ માટેની બદલાયેલી સ્થિતિમાં શનિવારે સવારે ૧૧.૦૦ કલાકે સેલવાસના અટલ ભવનમાં કલાબેન ડેલકર અને અભિનવ ડેલકર પોતાના સમગ્ર સંગઠન સાથે વિધિવત રીતે ભાજપમાં જાડાશે ઍમ જાણવા મળી રહ્નાં છે. ઉલ્લેખનીય છે કે કલાબેન ડેલકરના ભાજપ પ્રવેશનો અણસાર છેલ્લે ગૃહમંત્રી અમિત શાહની દાનહ મુલાકાત વખતે આવી ગયો હતો ઍમ કહેવાય છે પરંતુ હકીકતમાં સમગ્ર તખ્તો લોકસભાનું સત્ર પુરુ થવાની સાથે વડાપ્રધાન સાથેની શુભેચ્છા મુલાકાત સમયથી જ ગોઠવાતો આવ્યો હોવાનું આધારભુત રીતે જાણવા મળે છે.