Vishesh News »

ભાજપના ધવલ પટેલે અોળખ ઉભી કરવા મહેનત કરવી પડશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા.૧૪ ઃ લોકસભાની ચુંટણી ની દરેક પક્ષો દ્વારા ઉમેદવારો ની પંસદગી ની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ની યાદી જાહેર કરવા માં આવી હતી. જેમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસે આંદોલનકારી અને આદિવાસીઓના નેતા તરીકે કીર્તિ ફેલાવનાર વાંસદા ના ધારાસભ્ય અનંતભાઇ પટેલને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવા માં આવતા જ લોકો ઍ કોંગ્રેસના ઉમેદવારની યોગ્ય પસંદગી હોવાનું ગણાવ્યું હતું. જ્યારે ભાજપ દ્વારા વલસાડ - ડાંગ લોકસભા બેઠક ના ઉમેદવાર તરીકે ચોંકાવનારો ચેહરા ધવલ પટેલ ના નામ પર મહોર મારી છે. જેને લઈ માત્ર કપરાડા તાલુકા માં જ નહિ પરંતુ સમગ્ર લોકસભા બેઠક પર ચર્ચા નો વિષય બન્યો છે.કે ધવલ પટેલ કોણ ? પ્રથમ પ્રશ્ન ઊભો થઈ રહ્ના છે.બીજુ બાજુ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વાંસદા બેઠક પર બે ટર્મ ના ધારાસભ્ય છે.અને આદિવાસી વિસ્તારમાં સરકારના ભારતમાલા પ્રોજેક્ટ, રીર્વલિંક પ્રોજેક્ટ, ઉપરાંત અન્ય સરકારના પ્રોજેક્ટો દ્વારા આદિવાસી લોકો જમીન અને સ્થળાંતર થવાના મુદ્દાઓ સામે લડત લડી રહેલા ઍક કિર્તિવાન ધારાસભ્ય તરીકે નામના મેળવનાર જિલ્લાના બધા જ તાલુકા માં મોટાભાગના લોકો અનંત પટેલના નામ અને કામથી પરિચિત હોવાનું જાણવા મળે છે. પરંતુ અનંત પટેલ સામે ધવલ પટેલ ને ચૂંટણી મેદાન માં ઉતારવાનું ગણિત કોઈ સામાન્ય લોકો ને જ નહિ પણ જાણકાર અને રાજકીય વિશ્લેષકોને પણ સમજાતું નથી. નવાઇની વાત તો ઍ છે. કે કપરાડા તાલુકા માં મોટાભાગના લોકો ધવલ પટેલ ને ઓળખતા તો નથી પણ નામ થી પણ પરિચિત નથી હોવાનું જાણવા મળે છે.જેમાં ભાજપના નાનામોટા નેતાઓ કે કાર્યકર્તાઓ પણ પરિચિત નથી હોવાનું જાણવા મળે છે. ઊલેખનીય છે. વલસાડ-ડાંગ બેઠક પર પ્રથમવાર લોકસભાના ઉમેદવાર કોંગ્રેસે વાંસદા તાલુકા માથી ચૂંટણી મેદાને ઉતર્યો છે. જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વાંસદાના જ ધવલ પટેલ ઉતર્યો હોવાનું વિચારી સકાય છે. બીજુ અનંત પટેલ ધોડિયા સમાજ માથી આવે છે. જેથી ભાજપે ધોડિયા પટેલ સમાજના ધવલ પટેલને ટિકિટ આપી જ્ઞાતિ આધારિત દાવપેચ ખેલ્યો હોવાનું લોકો તારણ કાઢી રહ્ના છે. વલસાડ - ડાંગ બેઠક પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવાર કોણ ? નો અંત આવી ગયો છે.બે મોટા પક્ષના ઉમેદવારો ની જાહેરાત થઈ ગઈ છે. બને પક્ષો દ્વારા વલસાડ બેઠક જીતવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.ત્યારે કોંગ્રેસ માટે આ બેઠક કપ્જે કરવા અને ભાજપને બેઠક હંમેશાની જેમ જાળવી રાખવા વલસાડ - ડાંગ લોકસભા બેઠક ખરાખરી જંગ ખેલાશે તેવું રાજકીય વિશ્લેષકો દ્વારા જાણવા મળી થયું છે.