Vishesh News »

આજે જીલ્લામાં ધો. ૧૨ (સા.પ્ર.) ની પરીક્ષામાં ૧૦૫ વિદ્યાર્થીઅો ગેરહાજર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧૨ના ઈતિહાસ વિષયમાં કુલ ૮૧૨માંથી ૭૮૧ હાજર, ૩૧ ગેરહાજર, આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ ૭૦૮૯ માંથી ૭૦૧૫ હાજર, ૭૪ ગેરહાજર રહ્ના હતા. વલસાડ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આંકડાશાસ્ત્ર વિષયમાં ૭૦૮૯ વિદ્યાર્થીઓમાંથી ૭૦૧૫ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૭૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતાં. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ઇતિહાસ વિષયમાં ૮૧૨ વિદ્યાર્થીઓમાંથી ૭૮૧ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૩૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીના ઍક પણ કેસો નોંધાયા નથી. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને છોડવા આવતા વાલીઓને સ્કૂલની ગેટની બહાર જ ઉભા રાખવામાં આવતા હોય છે.