Vishesh News »

આજથી આરટીઇના ઓનલાઈન ફોર્મ ભરાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ આજથી વલસાડ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ૨૪૨૬ જગ્યા પર નવા સત્રમાં ધોરણ ઍકમાં અભ્યાસ કરવા માટે આરટીઇ ઍક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે ના ફોર્મ નો આજથી -ારંભ થતાં વલસાડ જિલ્લા માં ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ ૨૦૦૯ હેઠળ શાળાઓમાં ૨૫્રુ મુજબ વિના મૂલ્ય ધોરણ ૧ માં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. જે બાળક પહેલી જૂન ૨૦૨૪ ના રોજ છ વર્ષ પૂરા કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળી શકે છે. વલસાડ જિલ્લામાં ૨૪૬ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ ૨૪૨૬ જગ્યાઓ ઉપર આરટીઆઈ ઍક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૪ - ૨૫ ના વર્ષ માટે પ્રવેશ માટે તારીખ ૧૪/૩/૨૦ મળવા પાત્ર છે. આર.ટી.ઈ. હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે. આજથી આર.ટી.ઈ. હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની સાથે આવકનો દાખલો જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો, જન્મ તારીખ નો દાખલો ઓનલાઇન ફોર્મ તથા જરૂરી કાગડો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન થયેલ ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાં સુધી વેબસાઈટ ઉપર જોતા રહેવું. ઓનલાઇન અરજી કરનારને મોબાઈલ ઉપર મેસેજથી જાણ કરવામાં આવશે.