Vishesh News »

ધરમપુર તાલુકામાં પાંચ પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ધરમપુર તાલુકાના પાંચ આરોગ્ય કેન્દ્રોના કુલ પાંચ નવીન પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હનમતમાળના રાજપુરી જંગલ અને આંબાતલાટ - ૧, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિદુમ્બરના સિદુમ્બર-૧(બરૂમાળ), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની ઢોલડુંગરીના ખારવેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસધરાના ભેંસધરાના નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.