Vishesh News »

ધરમપુરના કારસેવકો અલ્હાબાદથી અયોધ્યા સુધી ૭ દિવસમાં ૧૮૦ કી.મી. ચાલીને ગયા હતા

ઈ.સ. ૧૯૯૦માં ગયેલા કારસેવકોઍ અલ્હાબાદથી ૭ દિવસે અયોધ્યા પહોîચ્યા ત્યારે સરિયુ નદી પર કોઠારીબંધુઅોના પાર્થિવદેહના અગિન્ીસંસ્કાર થઈ રહ્ના હતાં તેમને બે હાથ જાડી શ્રદ્ધાંજલિ આપી હતીં ધરમપુર, તા. ૧૬, ધરમપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઈ.સ. ૧૯૮૯થી રામશીલા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ વિરવલગામના મંદિરેથી ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાવિક ભક્તો રામશીલા પૂજનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ઈ.સ. ૧૯૯૦માં તે સમયના ધારાસભ્ય સ્વ. મણીભાઈ ચૌધરી તથા વર્તમાન સમયના વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સાથે ૧૫ જેટલા કાર સેવકો અલ્હાબાદ સુધી પહોંચી ત્યાં જગતગુરુ શંકરાચાર્ય જોડે અયોધ્યા સુધી જવા રવાના થયા હતા. ગંગાનદી ઉપર બનેલ ત્રિવેણી સંગમ પાસે ફાફામાઉ પુલ ઉપર કાર સેવકોનો ઘેરાવો કરી લાઠીચાર્જ કરાયો હતો. કાર સેવકની રેલીને વેરવિખેર કરી ભગાડવામાં આવ્યા હતા. ધરમપુર થી ગયેલા ૧૫ કાર સેવકો પૈકી (૧) સ્વ. મણીભાઈ ચોધરી (માજી સાંસદ સભ્ય, ધારાસભ્ય), (૨) શ્રી હેમંતભાઈ કંસારા (ભાજપ જિલ્લા પ્રમુખ વલસાડ, માજી પ્રમુખ, ધ નં પા), (૩) સ્વ હિતેશભાઈ મસરાણી (માજી પ્રમુખ, ધ. ન.પા.), (૪) સ્વ. રાજુભાઈ પાનવાળા, (૫) શ્રી જનક ભાઈ પટેલ (૧૯૯૦-૯૨ કારસેવક), (૬) સ્વ. જયદેવ ભાઈ પટેલ ( ૧૯૯૦ -૯૨ કારસેવક) (૭) શ્રી ભાયજાનભાઈ , કેળવણી (૧૯૯૦ - ૯૨ કારસેવક), (૮) સ્વ. પ્રતાપભાઈ ભાનુશાલી, (૯) સ્વ. રવિન્દ્રભાઈ પટેલ,(૧૦) હિતેષભાઈ મેરાઈ,(૧૧) દેવાંગભાઈ ભટ્ટ,(૧૨) પરેશભાઈ જાની, (૧૩) મુકેશભાઈ મેરાઈ (૧૪) શ્રી વિષ્ણુ ભાઈ ગાયકવાડ, ખાંડા, (૧૫) ઘનશ્યામસિહ રાવલજીનો સમાવેશ થાય છે. આ કારસેવકો પૈકી જીવનની પરવાહ કર્યા વગર અલ્હાબાદ થી અયોધ્યા સુધી પગપાળા જનારા હેમંતભાઈ કંસારા, સ્વ.રાજુભાઈ પાનવાલા, હિતેશભાઈ મેરાઈ, મુકેશભાઈ મેરાઈ, સ્વ.પ્રતાપભાઈ ભાનુશાલી અને જનકભાઈ પટેલ નો સમાવેશ થાય છે અયોધ્યા સુધી કેવી રીતે પહોંચ્યા તે બાબતે હેમંતભાઈ કંસારા જણાવ્યા અનુસાર અયોધ્યા જવા માટે કોઈ સાધન ન હોવાથી દરેકે દ્રઢ મનોબળ સાથે જીવનની પરવાહ કર્યા વગર પગપાળા થી સાતમા દિવસે ત્યાં પહોંચ્યા હતા ત્યા સર્યું નદી પર સ્નાન કરવા ગયા ત્યારે કોઠારી બંદુને અગ્નિસંસ્કાર આપવામાં આવેલ ત્યારે તેમની ચિતાના દર્શન કર્યા હતા તે સમયે તે વિસ્તારની પોલીસ તેમજ અન્ય તત્વો ત્યાંથી પસાર થનારાઓના કપડા પૈસા લઈ લેતા કે જેથી કાર સેવકોનો પ્રવાસ ત્યાંજ થંભી જાય અને આગળના વધી શકે સમગ્ર અયોધ્યામાં કર્ફ્યુ જેવો માહોલ હતો અને સંઘ કાર્યાલય દ્વારા અમને જે પ્લાનિંગથી જવા માટે કહ્નાં હતું. તે પ્લાનિંગ અનુસાર અમે ત્યાં સુધી પહોંચી ગયા હતા સાતમા દિવસે પોહચી પ્રથમ હનુમાનગઢી રોકાયા બાદ રામલલાના દર્શન કરીને ૨૩ માં દિવસે પરત ફર્યા હતાં. જયારે બીજી કારસેવામાં ઈ.સ. ૧૯૯૨માં ૩૦ નવેમ્બરે ૨૫ કાર સેવકો ધરમપુરથી રવાના થયા હતા. જેમાં વિશેષતા ઍ હતી કે સૌથી ઓછી ઉંમર ધરાવતા નિમેષ ભટ્ટ, સ્વર્ગીય તપન કાપડિયા તેમજ સ્વ. મણીભાઈ ચૌધરીના સુપુત્ર હિતેશભાઈ ચૌધરી જેઓ પણ કાર સેવક તરીકે જોડાયા જેમાં કપરાડા તાલુકાના અરણાંઈ ગામના ભગીરથભાઈ પાર નદીથી રેતી પોટલીમાં લઈ ગયા હતા ૧૯૯૨માં ગયેલા કાર સેવકો પૈકી (૧) મહેશભાઈ પટેલ, કાંગવી, (૨)રાજેશભાઈ મસરાણી, (૩) હિતેશ ચોધરી,બારોલીયા, (૪) શાંતિ ભાઈ પટેલ, (૫) ગોવિંદ ભાઈ પટેલ, બરૂમાળ, (૬) ભગીરથ ભાઈ ગાંવિત, અરનાઈ, તા. કપરાડા, (૭) મહેન્દ્ર ભાઈ ભાવસાર, (૮) રઘુનાથસિંહ ચોહાણ, (૯) જનકભાઈ પટેલ (૧૯૯૦/ ૯૨ કારસેવક), (૧૦) સ્વ જયદેવભાઈ પટેલ (૧૯૯૦/૯૨ કારસેવક), (૧૧) ભાઇજાન ભાઈ, કેળવણી (૧૯૯૦/૯૨ કારસેવક), (૧૨) નિમેષભાઈ ભટ્ટ, (૧૩) સ્વ તપન ભાઈ ભાવસાર, (૧૪) લાછીયાભાઈ ગાંવિત, ખાંડા, (૧૫) મયંક ભાઈ બ્રહ્મભટ્ટ, (૧૬) રસિકભાઈ ચોધરી, બારોલિયા, (૧૭) સ્વ. રાજેશ ભાઈ ચોધરી બારોલિયાં (૧૮) સચ્ચિદ્દાંદ્દ પાંડે (૧૯) રમણ ભાઇ પોટુક ભાઈ, ભેસધરા, (૨૦) મહેશ ભાઈ પટેલ, બરૂમાળ, (૨૧) રતિલાલ પટેલ, બરૂમાળ, (૨૨) સ્વ કાન્તિલાલ પટેલ, બરૂમાળ, (૨૩) બિમલ ભાઈ પટેલ, (૨૪) સુનીલ લિખિતે (૨૫) પ્રવીણ ભાઈ ઢીમમર નો સમાવેશ થાય છે ઉપરોક્ત ૨૫ કારસેવકોમાં ૧૯૯૦ દરમિયાન જઈ આવેલા જયદેવભાઈ પટેલ, જનકભાઈ પટેલ, તેમજ કેળવણીના ભાઈજાનભાઈ જેઓ ૧૯૯૨માં પણ કાર સેવક તરીકે ફરી જોડાયા હતાં. બીજી ડિસેમ્બર ૧૯૯૨ ના દિવસે મસ્જિદના પાછળના ભાગે ફરતા કાર સેવકો પૈકી ભારત માતાકી જય શ્રીરામના ઘોષ સાથે જયદેવ પટેલ, નિમેષ ભટ્ટ જે હાલના ધરમપુર પાલિકા સંચાલિત લાઇબ્રેરીના ગ્રંથપાલ તરિકેની સેવા બજાવી રહ્ના છે જેઓની સાથે અન્ય કાર સેવકો બાબરી મસ્જિદ પર ઘુમ્મટના ડાબા ભાગે ચડ્યા હતાં. સંપૂર્ણ મસ્જિદ સાંજના છ વાગે સુધી જમીનદોષ કરાઈ હતી. ત્રીજી ડિસેમ્બરે સાંજે અયોધ્યા સ્ટેશન અલાહાબાદ સુધી ટ્રેનમાં બેઠા હતાં. ત્યારે ભયજનક વાતાવરણ વચ્ચે પથ્થર મારો લાઠી ચાર્જ કર્યો હતો તેમજ રેલવેના પાટા ઉખેડી કાઢવામાં આવ્યા હતા પથ્થર મારો કરાયો હતો. જેમાં વલસાડના ઍક મહિલા કારસેવક સ્વર્ગીય કુમુદબેન દેસાઈને વધારે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને ઍક રેલ્વે સ્ટેશન પર સારવાર અપાઈ હતી. અયોધ્યા થી અલાબાદની મુસાફરી માત્ર છ કલાકની હતી પરંતુ ત્યાં આવતા ૨૪ કલાક થયા હતાં. અલાહાબાદ થી ટ્રેનમાં ભુસાવલ સુધી આવી પહોંચ્યા બાદ સુરત તરફ જનારી ટ્રેનમાં બારડોલી ઉતરી ટેમ્પો દ્વારા ધરમપુર આવ્યા હતા તે સમયે આ તમામ કાર સેવકોનું વાજતે ગાજતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉ્લેખનીય છેકે ૧૯૯૦મા સ્વર્ગીય મણીભાઈ ચૌધરી કાર સેવક તરીકે જોડાયા હતા જ્યારે ૧૯૯૨મા તેમના સુપુત્ર હિતેશભાઈ ચૌધરી કાર સેવક તરીકે જોડાયા હતા. ઍજ રીતે મોટા બજારના સ્વ.હિતેશભાઈ જે મસાણી ૧૯૯૦ માં કાર સેવક તરીકે જોડાયા હતા. જ્યારે તેમના બંદુ ૧૯૯૨માં રાજેશભાઈ મસરાણી કાર સેવક તરીકે જોડાયા હતા. જે ધરમપુર તાલુકાવાસીઓ માટે ગૌરવભરી બાબત કહી શકાય