Vishesh News »

પલસાણામાં ૪ ઈસમોઍ મધરાતે બે વૃદ્ધાઅોને ફટકારી રૂ. ૩.૭૮ લાખની મત્તા લૂંટી લીધી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૪ ઃ પારડી તાલુકાના પલસાણાગામમાં ઍકલા રહેતા જોશી સમાજના બે મહિલાઓને ચાર જેટલા અજાણ્યાઅોઍ લાકડીના ફટકા મારી શરીરે પહેરેલા તમામ સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા અને ચીજ વસ્તુઓ મળી કુલ રૂ. ૩,૭૮૦૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી નાસી ગયા હતા. આ ઘટનાના પગલે આ પંથકમાં ચકચાર મચી ગયો હતો અને ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પારડી પોલીસ પણ ઘટનાઍ સ્થળે પહોંચી આ બાબતની તપાસમાં ધરી હતી. અહીં પલસાણાગામમાં દેસાઈ ફળિયામાં રહેતા ઉષાબેન મહેશભાઈ મગનલાલ જોશી ઉ.વ. ૭૨ અને ઍમના નણંદ સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયક બંને જણા પોતાના ઘરે ઍકલા બે વર્ષથી રહે છે. તા. ૧૪ માર્ચના રોજ રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે ૪ અજાણ્યા ઈસમો જેની ઉ.વ. ૩૦ થી ૩૫ શરીરે શર્ટ પેન્ટ પહેર્યા હતા, તેમજ મોઢાના ઉપર કાળા કપડા બાંધ્યા હતા. ઍ અજાણ્યા કોણ હતા ખબર નથી. તેઓ અચાનક આવ્યા હતા અને બંને જણાને હાથમાં પહેરેલા ઘરેણા ઉતારવા કહ્નાં હતું, જે ઘરેણાના આપવા તેઓઍ ના પાડતા ઍમને લાકડી વડે માર માર્યો હતો અને સાવિત્રીબેને હાથમાં પહેરેલ સોનાનો પાટલો અને સોનાની કાનની બુટ્ટી આપી દીધી હતી. ઉષાબેને પણ પોતાના હાથના સોનાના પાટલા ઉતારીને આપી દીધા હતા. બાદમાં તે લોકોઍ કબાટની ચાવી માંગી હતી અને કબાટમાંથી રોકડા રૂ.૫૦,૦૦૦ તેમજ સાવિત્રીબેનની સોનાની ચેન અને ગુણવંતભાઈનો બંધ સેમસંગનો મોબાઇલ લઈ લીધો હતો. આમ સોનાના પાટલા, સોનાની ચેન તથા રોકડા મળી કુલ રૂ. ૩, ૭૮ ૦૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી, ચારેય બંને મહિલાઓને લાકડી વડે માર મારી નાસી ગયા હતા. બાદમાં આ અંગેની જાણકારી પારડી પોલીસને થતા પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પારડી પોલીસમાં ઉષાભાઈને ફરિયાદ આપતા પારડી પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૪૫૨, ૩૨૩, ૫૦૬ મુજબ ૪ અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના પગલે પલસાણા ગામમાં ચકચાર મચી ગઈ હતી. લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી આ બાબતની તપાસ કરી હતી. બંને મહિલાઓ ઍકલા જ રહેતા હતા જે તકનો લાભ લઈ ચોર ઈસમો ચોરી કરવામાં સફળ થયા હતા. દરેક ચીજ વસ્તુઓ ચોરી જતા બંને મહિલાઓ ઉપર આભ તૂટી પડ્યો છે, જલ્દી ચોર પકડાય ઍવી માંગણી કરી હતી.