Vishesh News »

આજે સરોધી-વશિયરના રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ નજીકના સરોધીગામે બનાવવામાં આવેલો રેલવે ફલાઈ ઓવરબ્રીજ અને વશિયર ગામે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજનું સરકારના નાણામંત્રી અને વલસાડના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. પડ્ઢિમ રેલવે દ્વારા વલસાડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રેલવે ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્ના છે. થોડા મહિના અગાઉ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અતુલના હરિયા,દિવેદ અને ડુંગરીગામે ફલાય ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, માહિતી મકાન જિલ્લા પંચાયત ક્વોટર જેવા કરોડો રૂપિયાના વિકાસના કામોનો નાણામંત્રી ના હસ્તે ખાતમુહૂર્તો અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે વલસાડ નજીકના વશિયર ગામે અને સરોધી ગામે કરોડોના ખર્ચે રેલ્વે ફલાય ઓવરબ્રીજ બનાવી તૈયાર થયો છે. આ બંને ફલાય ઓવરબ્રિજ નું લોકાર્પણ તારીખ ૧૫/૩/૨૦૨૪ ના રોજ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે થનાર છે. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, વશિયર ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ સરોધી ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેશે.