Vishesh News »

આવધામાં વાહન અડફેટે દીપડાનું મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુરના આવધા ઘાટ પાસે વહેલી સવારે રસ્તો ક્રોસ કરી રહેલ ૫ મહિનાનું દીપડાનું બચ્ચુ અજાણ્યા વાહન અડફેટે ચડતા,ગંભીર ઇજા પહોંચતા બનાવના સ્થળે મોત નીપજ્યું હતું. જે અંગે ત્યાંથી પસાર થઇ રહેલ વાહન ચાલકે વન વિભાગને જાણ કરી હતી, કરાયેલ જાણના પગલે પહોચેલા વન વિભાગે દીપડાનો કબ્જો લીધો હતો, વન વિભાગે જણાવ્યું હતું કે, ઉપરોક્ત દીપડાનું બચ્ચુ ૫થી ૭ મહિનાનું હોવા ઉપરાંત માંદા હોવાનું જણાવ્યું હતું, વન વિભાગે પી ઍમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.