Vishesh News »

૬ ગુનામાં વોન્ટેડ દમણનો બુટલેગર ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લાના પાંચ અને નવસારીના ઍક દારૂના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી દલપત ઉર્ફે દીનું માંજરો ટંડેલની ઍલસીબી પોલીસે બાતમીના આધારે નાની દમણના તીનબત્તી ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. જેને લઇ વોન્ટેડ બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્ના છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના વોન્ટેડ તેમજ ફર્લો જમ્પ કરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ઍલસીબી પોલીસ વિભાગના પીઍસઆઇ ભીંગરાડિયા અને ઍઍસઆઈ નરેન્દ્ર ચૌહાણ તેમજ અલ્લારખું અમીન અને તેમની ટીમને બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના પારડી, વાપી ટાઉન, વલસાડ, નાનાપોંડા અને નવસારી જિલ્લાના પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના ગુનાનો વોન્ટેડ આરોપી દલપત ઉર્ફે દીનું માંજરો મકનભાઈ ટંડેલ રહે. સર્વોદય સોસાયટી જલારામ મંદિરની બાજુમાં, સિદ્ધિવિનાયક બિલ્ડીંગમાં રહે છે અને તે હાલમાં ઘરે હોવાનું જણાવતા ઍલસીબી પોલીસની ટીમ છાપો મારી આરોપી દલપત ઉર્ફે દિનુ માંજરા ટંડેલને ઝડપી પાડી વલસાડ જિલ્લા પોલીસના હેડકવાર્ટર લાવી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઝડપાયેલો આરોપી દલપત ટંડેલ અગાઉ પણ પારડી, ઉમરગામ, વાપી ઉદ્યોગ નગર, ભીલાડ, ડુંગરીના નવ જેટલા દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે અને હાલે પણ દારૂની ગુજરાતમાં હેરાફેરીમાં સામેલ હોવાથી પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.