Vishesh News »

વલસાડ હાલરના મહિલાની સાવચેતીથી ચોરટા નિષ્ફળ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વિદેશમાં રહેતા હોવાથી વલસાડના હાલર રોડ પર આવેલ ફલેટ બંધ રહેતા આજે બપોરે ધોળા દિવસે ફલેટના દરવાજો તોડનાર ત્રણ ઇસમો ઉપર શંકા જતા પાડોશમાં રહેતી મહિલાઍ બોલાવતા તેઓઍ દરવાજો બદલવાનું જણાવતા મહિલાઍ વિદેશમાં રહેતા પાડોશીને ફોન ત્રણેય ઈસમો ભાગી છુટ્યા હતા. પાડોશી મહિલાની સતર્કતા થી બંધ ફલેટમાં ચોરી થતી અટકી ગઈહતી. વલસાડ શહેરમાં ચોરીના બનાવો અવારનવાર બની રહ્ના છે. ચોરીના બનાવવાનો અટકાવવા માટે વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. તેમ છતાં ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે વલસાડનાથ હાલરના તિથલ રોડ ચાર રસ્તા પર આવેલ શકુંતલા ઍપાર્ટમેન્ટના બીજા માળે નવરોજ હોડીવાલા વિદેશમાં રહેતા હોવાથી તેમનો ફલેટ બંધ છે. ત્યારે ૨૦ થી ૨૫ વર્ષના ૩ અજાણ્યા ઇસમો આવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરવા માટે કોશીશ કરી હતી જોકે પાડોશી મહિલા ઇન્દુબેન દિનેશભાઈ ગોરેને આ ત્રણે ઇસમો ઉપર શંકા જતા પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ ફલેટનો દરવાજો બદલવાનું કામ કરવા માટે બોલાવ્યા છે. તેમ કહેતા ઇન્દુબેને વિદેશમાં રહેતા પાડોશી નવરોજ હોડીવાલાને ફોન કરી પૂછતા આવેલા ત્રણેય ઈસમો ભાગી છુટ્યા હતા. જોકે આ ત્રણેય સમો બંધ મકાનમાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. મહિલાની સતર્કતાથી બંધ ફલેટમાં ચોરી થતી અટકી ગઈ હતી. જે અંગે મહિલાઍ વલસાડ સીટી પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.