Vishesh News »

વલસાડ સ્ટેશને ચોરેલી મોપેડ સાથે વાપીથી ઍક ઝડપાયો ઃ ૩ ગુના ઉકેલાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વલસાડ રેલવે સ્ટેશન બહારથી ચોરેલી મોપેડ સાથે ઍક ઈસમને ઍલસીબી પોલીસની ટીમે વાપીથી ઝડપી પાડી અન્ય ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગની ટીમ પીઆઇની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતાં તે દરમિયાન ઍલસીબી પોલીસ વિભાગના અહેકો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ અને કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે ચોરેલી મોપેડ સાથે ઍક આરોપી વાપી પંથકમાં ફરી રહ્ના છે આથી પોલીસે આ શંકાસ્પદ હાલતમાં રહેલા ઈસમને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેનું નામ મોહમ્મદ આમિર ઉર્ફે મુરઘી હકીમ ઉ.વ. ૧૯ રહે ડાભેલ અઠીયાવાડ, ચારરસ્તા ગુલાબભાઈની ચાલ મૂળ રહે. મથુરા, યુપી,ની અટકાયત કરી તેની પાસે રહેલી મોપેડ નંબર જીજે-૧૫-ડીઍફ-૯૯૨૫ને કબ્જામાં લઈ પૂછપરછ કરતા આ મોપેડ આરોપી ઍ બે મહિના પહેલા વલસાડ રેલવે સ્ટેશન ની બહારથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને આ પકડાયેલો આરોપી મોહમ્મદ આમિર અગાઉ વાપી ટાઉન, દમણના કડૈયા અને નાની દમણ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું બહાર આવ્યું છે. આમ વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસે છેલ્લા ઘણા વખતથી વાહન ચોરીના ગુના બની રહ્ના હતા તેને ઉકેલવામાં મોટી સફળતા મળી છે.