Vishesh News »

મલાવ પાસે આરટીઅોને ઉલ્લુ બનાવી પસાર થતી બે ટ્રક ઝડપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૪ ઃ ઉમરગામ તાલુકાના મલાવગામે નવનિર્મિત પામેલ રેલવે ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલી ઍક ટ્રક સંજાણ બાજુઍથી આવી મલાવ તરફ જતા વેળાઍ વલસાડ આરટીઓના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન ઉપરોક્ત ટ્રક,નેશનલ હાઈવે ઓથોરિટી (ફણ્ત્) વાળું પાટિયું આગળ લગાવી જતા વખતે અચાનક અધિકારીઓની આ ટ્રકો આંખે ચડી હતી.અધિકારીઓ દ્વારા તે ટ્રકની કાગળિયા તપાસ અર્થે અટકાવવામાં આવી.વાહનોના ટેક્સ,પરમીટ, ઇન્સ્યોરન્સ જેવી બાબતોની જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવતા બંને ટ્રકો પાસે પીયુસી,ઇન્સ્યોરન્સ અને ફિટનેસના પરવાના વાળા કાગડિયા બાબતોનો ચોક્કસ અભાવ જણાઈ આવી બંને ટ્રકોને આરટીઓ અધિકારીઓ દ્વારા દંડનાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અન્ય કાગળિયા વગર ફરતી ગાડીઓ અને ટ્રકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય બાબતે છે કે,હાલમાં જ સરકાર દ્વારા રોડ ઓવરબ્રિજ અંડર ગ્રાઉન્ડ બ્રિજ જેવા વિકાસલક્ષી કાર્યોમાં માટી,કપચી,રેતીની જરૂરિયાત માટે ટ્રકોનો વપરાશ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને આ તમામે તમામ ટ્રકમાં ક્યાંકને ક્યાંક આરટીઓને લગતા પરવાના વાળા કાગડિયાઓનો અભાવ રહેતો જ હોવાને લઈ ઉપરોક્ત આરટીઓ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન માત્ર બે ટ્રકો જ હાથે ચડી હતી. પણ આવી કામગીરી આરટીઓ અધિકારીઓ દ્વારા અવિરત અનુસાર થાય તો હજુ ઘણી ટ્રકો,ગાડીઓ દંડાશે, અને અકસ્માત સમયે ભોગ બનેલ લોકોને ઇન્સ્યોરન્સ પોલિસીમાં થતી હેરાનગતિમાં સરળતા રહેશે.