Vishesh News »

ભાઠા ગણદેવીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ૧૬મો પાટોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૧૩ : બીલીમોરા નજીક આવેલા ભાઠા ગણદેવી ઘોલ ફળિયામાં મંગળવારે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ૧૬મો પાટોત્સવ અને શ્રી ગણેશ, શ્રીજગદંબા, શ્રી હનુમંત અને શ્રી સાંઈબાબાની તેજો પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુટીર હવન, પ્રતિષ્ઠા દેવ પૂજન, પિંડીકા સ્તપન, પિંડીકા અધિવાસ, પ્રતિષ્ઠા વિધિ અને શોભાયાત્રા જેવા ધાર્મિકોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં મંગળવારે ભાઠા ગામે ગણદેવી ઘોલમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર નો ૧૬મો પાટોત્સવ મહોત્સવ અને શ્રી ગણેશ, શ્રીજગદંબા, શ્રી હનુમંત અને શ્રી સાંઈબાબાની પુનઃપ્રાણપ્રતિષ્ઠાના આ રૂડા અવસરને રંગેચંગે ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. હિંદુ ધર્મમાં, પ્રાણ-પ્રતિષ્ઠા ઍ ઍક પવિત્ર વિધિ છે જેના દ્વારા મુર્તીમાં દેવી દેવતાનો અંશ સ્થાપિત કરવામાં આવે છે. શોભાયાત્રા, પ્રતિષ્ઠા દેવ પૂજન, પિંડીકા સ્તપન, પિંડીકા અધિવાસ પ્રતિષ્ઠા વિધિ, મહાઆરતી અને મહાપ્રસાદ સાથે શ્રી રામેશ્વર મહાદેવનો પાટોત્સવ યાદગાર બન્યો હતો.ગણદેવીના ઘોલ ફળિયામાં પવિત્ર અંબિકા નદી તટે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે, વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ફાગણ સુદ ત્રીજને મંગળવારના શુભ દિને મંદિર પટાંગણમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની ૧૬મી સાલગીરી મહોત્સવ નિમિતે કુટીર હવન,યજ્ઞ આરંભ, પ્રતિષ્ઠા દેવ પૂજન, પિંડીકા સ્તપન,પિંડીકા અધિવાસ પ્રતિષ્ઠા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ કરાયેલા હવન યજ્ઞમાં પંડિત રાહુલદેવ ભટ્ટ અને સહભૂદેવોના સાંસ્કૃતિક વૈદિક મંત્રોચ્ચારનો પડઘો દૂર દૂર સુધી પહોંચતા અંબિકા નદીનો પૂર્વ પડ્ઢિમ વિસ્તાર શિવમય બન્યો હતો. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વિશાળ સામીયાણુ, આબેહૂબ અયોધ્યાના રામલલ્લાની ઝાંખી અને રાત્રે રંગબેરંગી લાઈટો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ગામ અને આજુબાજુના હજારો ભાવિક ભક્તો શ્રી રામેશ્વર મહાદેવ અને દેવી દેવતાઓના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સાલગીરી મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તોઍ પ્રસાદી સ્વરૂપે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ રીતે પાર પાડવા શ્રી રામેશ્વર યંગ ગ્રૂપ અને ભક્તોઍ ભારે જહેમત ઉઠાવી હતી.