Vishesh News »

વલસાડ જિલ્લામાં અકસ્માત અને ફેટલ અકસ્માત તેમજ મોતનું પ્રમાણ ઘટયું

વલસાડમાં રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો આરંભ ઃ જિલ્લામાં બ્લેક સ્પોટ સુધારણા કામગીરીને કલેકટરે બિરદાવી વલસાડ, તા. ૧૬, વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો શુભારંભ જિલ્લા રોડ સેફટી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેઍ કલેકટર કચેરી ખાતે દીપ પ્રાગટય કરીને કરાવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટરશ્રીઍ વલસાડ જિલ્લામાં વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અપીલ કરી હતી. આ સિવાય શાળા- કોલેજો પાસે સતત ચેકિંગ કરવા સૂચન કર્યુ હતું. આ પ્રસંગે કલેકટરશ્રીઍ જણાવ્યું કે, જિલ્લા બ્લેક સ્પોટ અંગે સારી કામગીરી થઈ રહી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ઍ નાગરિક તરીકે બધાની જવાબદારી છે. ઓવરસ્પીડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી થવી જોઈઍ. દરેક નાગરિકે સીટ બેલ્ટ અને હેલમેટનો ઉપયોગ કરવો હિતાવહ છે. અકસ્માતોને ટાળવા માટે રોડ સેફટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. વલસાડ જિલ્લા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાઍ જણાવ્યું કે, સૌના સહિયારા પ્રયાસથી વલસાડ જિલ્લામાં બ્લેક સ્પોટ સુધારણામાં થયેલી સારી કામગીરી અને સતત ચેકિંગ તેમજ દંડનીય કાર્યવાહીને પગલે અકસ્માતની સંખ્યામાં પહેલાની સરખામણીઍ ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૨ની સરખામણીઍ વર્ષ ૨૦૨૩માં ૪૭ અકસ્માત ઘટયા છે. ફેટલ અકસ્માતમાં ૧૮ નો ઘડાટો થયો છે. જ્યારે ફેટલ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૧ ઘટી છે. માર્ગ સુરક્ષા માસની ઍક મહિના સુધી જિલ્લામાં ઉજવણી કરાશે. જેમાં જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ, ઍસટી બસના ડ્રાઈવરોને તાલીમ, વાપીની કંપનીઓમાં જાગૃતિ કાર્યક્રમ, વાપી ફિટનેસ કેમ્પ ખાતે ડ્રાઈવરોને તાલીમ અને જાગૃત્તિ કાર્યક્રમ, ટ્રાન્સપોર્ટના વાહનો પર રેડિયમ રિફલેક્ટર લગાવી આપવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને સન્માનિત કરવા, આરટીઓ કચેરીઍ આવતા અરજદારોને રોડ સેફટીની સમજણ આપતો કાર્યક્રમ અને આઈ ચેકઅપ અને મેડિકલ કેમ્પ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ સહિત રોડ સેફટી સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટર ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકો ઉપસ્થતિ રહ્ના હતા.