Vishesh News »

વાપીમાં ભાજપ દ્વારા વોલ અને સ્લોગન પેઈન્ટીંગ કાર્ય શરુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૩ : વાપીમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને બહુમત સાથે વિજય બનાવવાના સંકલ્પને લઇ દિવાલ લેખન અભિયાન હેઠળ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં આવેલ દેસાઈવાડ, આરી ફળિયા અને વાપી નામધા રોડ ઉપર આવેલ દિવાલ ઉપર કમળનું ભીત ચિત્ર દોરી ફિર ઍક બાર મોદી સરકારના ઉદઘોષ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભીંત ચિત્ર અને સ્લોગન ફિર ઍક બાર મોદી સરકારના લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ અને વાપી પાલિકાના માજી પ્રમુખ તથા સરદાર ભીલાડવાળા બેંકના ડિરેક્ટર દિલીપભાઈ દેસાઈની આગેવાનીમાં પાલિકા સભ્ય ટીનાબેન હળપતિ, ફાલ્ગુનીબેન શાહ, વિપુલભાઈ પટેલ, પ્રવીણભાઈ તલસાણીયા તેમજ અન્ય ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ ચિત્ર દોરવાની કામગીરી કરાઈ હતી. તેવી જ રીતે વોર્ડ નં. ૭ મા પણ વોલ પેઈન્ટીંગ અને લેખન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના સભ્ય દિલીપ યાદવ, મુકુંદાબેન પટેલ, અજીતભાઈ મહેતા અન્ય કાર્યકર્તાઅો ઉપસ્થિત રહ્નાં હતાં.