Vishesh News »

વાપીમાં ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવ બમણા થયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૩ : વાપી પંથકમાં હજુ તો સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને ગરમીની હળવી શરૂઆત થઇ છે ત્યાં લીંબુના ભાવ ખાટાં થઈ ગયા છે. વાપી પંથકમાં આવેલ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટ તેમજ વાપીના મુખ્ય શાકભાજી બજારમાં લીંબુના ભવો અચાનક વધીને દોડસોથી ૨૦૦ રૂપિયા કિલો થઈ જવા આવ્યા છે થોડા દિવસ પહેલા જ વાપીમાં ઍક કિલો લીંબું જથ્થાબંધમાં રૂ. ૪૫થી ૭૦માં વેચાતા હતા. તેના અત્યારે રૂ. ૬૦થી ૧૦૫ સુધી પહોંચી ગયા છે. રિટેઇલ બજારમાં રૂ. ૧૨૫-૧૪૦ના ભાવ વેચાણ થઈ રહ્ના છે જ્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થતા લીંબુનો ભાવ ડબલ કરતાં પણ વધી ગયો છે. જેની અસર મધ્યમ વર્ગીય લોકો પર પડી રહી છે. લીંબુના ભાવ વધારાને લઈને પરેશાન બન્યા છે ત્યારે વાપીના વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટના વેપારી ઍસોસિઍશનના પ્રમુખ મુકેશ તિવારીના જણાવ્યા મુજબ હાલમાં બહારગામથી આવતા લીંબુનો જથ્થા ઓછો થતાં જ અને ગરમીની શરૂઆતને લઈ બજારમાં ભાવો વધ્યા છે પરંતુ અગામી દિવસોમાં ભાવ જળવાઈ રહે તેની વેપારીઓ કાળજી લઈ રહ્ના છે તેમજ બહારગામથી લીંબુનો જથ્થો સમયસર વાપીના બજારમાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.