Vishesh News »

વાપી જીઆઇડીસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઈ આરપીઍફના જવાનોની ફલેગ માર્ચ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૩ : આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ યોજાવાની છે. જેમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે, શાંતિ ડહોળાય નહિ તે માટે વલસાડ પોલીસ સજ્જ બની રહી છે. જે અંતર્ગત ૧૩મી માર્ચે વાપી ઞ્ત્ઝ઼ઘ્ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં ફલેગ માર્ચ યોજાઈ હતી. વાપી ઞ્ત્ઝ઼ઘ્ વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસના જવાનો અને ય્ભ્જ્ ના જવાનોની ફલેગ માર્ચ યોજાઈ હતી. ૧૨મી માર્ચે સવારે ૧૦ વાગ્યે આયોજિત ફલેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ થઈ હતી. ઞ્ત્ઝ઼ઘ્ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં યોજાયેલ આ ફલેગ માર્ચ અંગે તેઓઍ આપેલી વિગતો મુજબ ફલેગ માર્ચમાં ૧ ભ્ત્, ૩ ભ્લ્ત્, તેમજ અન્ય પોલીસ અને ય્ભ્જ્ જવાનો મળી ૩૦ જેટલા જવાનો જોડાયા હતાં. ફલેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ કરીને ગુંજન ચોકડી થઈ રેમંડ સર્કલ, રોટરી સર્કલ, અંબા માતા મંદિર, ઘ્-ટાઈપ મસ્જિદ, મોરારજી સર્કલ, પ્રાઈમ સર્કલ થઈ ગુંજન ચોકી પર આવી હતી. જ્યાં ફલેગ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ યોજાવાની છે. જેમાં વલસાડ જિલ્લામાં અને વાપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા આ ફલેગ માર્ચ યોજાઈ હતી. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી જ ફલેગ માર્ચ યોજાશે.