Vishesh News »

ભાજપાઍ વલસાડ-ડાંગ બેઠક પર વાંસદાના ટેકનોક્રેટ ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૩ ઃ આજે ભારતીય જનતા પક્ષે લોકસભા ૨૦૨૪ માટે પોતાના ઉમેદવારોની બીજી સુચિ જારી કરી હતી. જેમાં ૨૬ - વલસાડ-ડાંગ (અ.જ.જા.) બેઠક માટે જેની ઘણાં સમયથી રાહ જાવાઈ રહી હતી ઍ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ઍ સુચિ મુજબ સમગ્ર વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારમાં રાજકીય વર્તૂળોમાં આડ્ઢર્ય સજર્યુ હતું. ભાજપાઍ વલસાડ-ડાંગ બેઠક પર વાંસદા વિધાનસભા મત વિસ્તારના વાંસદા નજીકના ઝરીગામના ટેકનોક્રેટ અને સુરત સ્થિત યુવાન ધવલ પટેલના નામની જાહેરાત કરી હતી. અહીં ઍ નોîધવુ રહ્નાં કે કોîગ્રેસે તેમના લડાયક મિજાજ ધરાવતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા તેની સામે હવે ભાજપે ઍ જ વિસ્તારમાંથી પોતાના ઉમેદવારને પસંદ કરી રસાકસીનો માહોલ સર્જી દીધો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા-૨૦૨૪ ની ચૂંટણી લડવા માટે સિટીંગ ઍમ.પી. ડો. કે.સી. પટેલ પોતાને ત્રીજીવાર ટીકીટ મળે તેની આશા રાખી રહ્ના હતાં તો તેમના વહુ ઉષાબેન પટેલ ઉપરાંત ધરમપુરના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ ચૌધરી, ગણેશ બિરારી, ડો. લોચન શાસ્ત્રી, શંકર વારલી અને પ્રવીણ પટેલના નામો પણ જાર-શોરથી ચર્ચામાં હતાં. આ પૈકી ઉષાબેન પટેલ, જીતુભાઈ ચૌધરી અને ગણેશ બિરારીના નામો હોટફેવરિટ ગણાતા હતાં. પરંતુ ભાજપ મોવડી મંડળે ઍ બધાની આશા પર પાણી ફેરવી દઈ સાવ આકસ્મિક રીતે ધવલ પટેલનું નામ જાહેર કરી દેતાં ભાજપના જ નહીં જીલ્લાના રાજકીય વર્તુળમાં પણ આડ્ઢર્ય સર્જાયુ હતું અને ખુદ ભાજપમાં જ કાર્યકર્તાઅો ધવલ પટેલનો પોલીટીકલ પ્રોફાઈલ શોધવા મંડી પડયા હતાં આ નામ જાહેર થયુ ત્યાં સુધી તેમના વિશે કોઈ ઝાઝી માહિતી કોઈ પાસે હતી નહીં. જા કે મોડેથી પ્રા થતી માહિતી મુજબ તા. ૨૮-૦૪-૧૯૮૬ના રોજ જન્મેલા ધવલ પટેલ સુરતની ઍસ.વી.ઍન.ટી.માંથી કમ્પ્યુટર ઍન્જીનિયરીંગમાં બી. ટેક થયા છે અને પછી પુનાથી ઍમ.બી.ઍ. કર્યુ છે. તેમણે દેશ-વિદેશમાં યુ.કે. અમેરિકા, યુરોપ, મધ્ય-પુર્વ, દક્ષિણ-પુર્વ ઍશિયામાં મેનેજમેન્ટ ક્ષેત્રે વ્યાવસાયિક રીતે સક્રિય છે. તેઅો પાછલા દોઢ દાયકા ઉપરાંતથી ભારતીય જનતા પક્ષમાં સક્રિય છે અને નેશનલ સોશિયલ મિડીયા ઈન્ચાર્જ (ઍસ.ટી. મોરચા)ની જવાબદારી સંભાળી રહ્નાં છે. તેઅો અનેક રાજયોમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઅોના પ્રચાર અભિયાનમાં પણ પોતાની તજજ્ઞતાનો લાભ આપી ચૂકયા છે. ૩૮ વર્ષના ધવલ પટેલ પોતે નવી પેઢીનુ પ્રતિનિધિત્વ કરે છે ઍટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ખુબ મજબુત હાજરી છે. તેઅો આદિવાસી ધોડિયા સમાજમાંથી આવે છે અને આદિવાસી સંસ્કૃતિ તથા વારસા માટે ઘણું માન ધરાવે છે. જેના પગલે તેમણે ‘મોદી વીથ ટ્રાયબલ્સ’ અને ‘૭૫ ટ્રાયબલ ફ્રીડમ ફાયટર્સ અોફ ઈન્ડિયા’ નામના બે પુસ્તકો પણ લખ્યા છે. તેઅો પક્ષમાં ઍક અભ્યાસુ અને ઉચ્ચ શિક્ષિત કાર્યકર્તા તરીકેની અોળખ ધરાવે છે. અને તેમણે ૨૦૦ થી વધુ લેખો, જાહેરનીતી, રાજકારણ, સાયબર સિકયોરીટી જેવા વિષયો પણ લખ્યા છે. તેઅો દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ માટે સંવેદનશીલ અને જાગૃત પણ મનાય છે. વધુમાં તેઅો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના હોવાની પણ અલાયદી અોળખ ધરાવે છે. ઍટલે કે ભાજપાઍ આ વખતે પ્રમાણમાં સાવ અજાણ શિક્ષિત નવયુવાન ચહેરાને મેદાનમાં ઉતારી આ પ્રદેશના રાજકારણમાં ઍક સશકત સંદેશો આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. આજે વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવારના નામની જાહેરાતની સાથે સંસદીય બેઠક પર ઍકાધિકાર જાળવી રાખવાના મનસુબા ધરાવતા ડો. કે.સી. પટેલ જ નહીં તેમના પરિવાર માટે પણ રાજકીય કારકિર્દીના અસ્તાચળ જેવી સ્થિતિ સર્જાઈ છે.