Vishesh News »

દાનહની બેઠક પર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર જાહેર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૩ ઃ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્ના છે ત્યારે દાનહ ભાજપની બેઠક કોને મળશે ઍના ઉપર પ્રદેશવાસીઓની મીટ મંડાયેલી હતી.ભાજપના લોકસભા ઉમેદવારની પહેલી સૂચિમાં દમણ અને દિવ લોકસભાના ઉમેદવાર તરીકે લાલુભાઇ પટેલને રીપીટ કરાયા હતા.જ્યારે દાનહ લોકસભા બેઠક માટેના ઉમેદવાર જાહેર કરાયા ન હતા. આજે આવેલ ભાજપની બીજી સૂચિમાં દાનહ બેઠકના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરનું નામ આવતા લોકો આડ્ઢર્યમાં મુકાઈ ગયા હતા.છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલુ હતી કે કલાબેન ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડશે.ગૃહમંત્રી અમિતશાહની સંઘ પ્રદેશની મુલાકાત દરમિયાન તેમના કાર્યક્રમમાં હાજરી આપવાને કારણે પણ આ ચર્ચાઍ જોર પકડ્યું હતું.કલાબેન ડેલકરને ભાજપમાંથી ટીકીટ મળતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. અને માજી સાંસદ નટુભાઈ પટેલથી માંડીને જે કોઈ નામો ચર્ચાતા હતા ઍ બધા નામો પર પુર્ણવિરામ મુકાઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની સંસદીય બેઠક પર સ્વ. મોહનભાઈ ડેલકરના ઍક ચક્રી સામ્રાજયનો દોર તેમના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની શ્રીમતી કલાબેન ડેલકરે સંભાળ્યો અને ઍ સમયના સમય સંજાગ મુજબ મહારાષ્ટ્રમાં સત્તાધીશ શિવસેના સાથે સંકલન કરી લોકસભાની આવી પડેલી મધ્યવર્તી ચુંટણીમાં ઝંપલાવ્યુ પરંતુ શિવસેનાનું ચિન્હ ન મળતાં બોલબેટના ચિન્હ પર ચૂંટણી લડી ઍમાં વિજય મેળવ્યો હતો. અને બાકી રહેલી ટર્મમાં યથાશકિત દાનહના પ્રશ્નો સંસદમાં રજુ કરવાનો પ્રયાસ કર્યો હતો આ વખતે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં દાનહનું રાજકીય ચિત્ર કેવુ સર્જાશે ઍના પર સૌની નજર હતી. કોîગ્રેસનું તો જાણે દાનહના વજુદ જ નિકળી ગયુ હોય ઍવું ચિત્ર ઉપસેલું છે ત્યારે ડેલકર પરિવાર કેવો નિર્ણય લે છે ઍના પર ઘણો આધાર વર્તાતો હતો. અને મહારાષ્ટ્રમાં શિવસેના-કોîગ્રેસ વચ્ચે ટીકીટ અંગે સમજુતી સધાય તો દાનહની બેઠક ઈન્ડી. ગઠબંધનના ફાળે આવે અને કલાબેન ડેલકર ઍ રીતે ચૂંટણીમાં ઉતરી શકે ઍમ મનાતુ હતું અથવા જેમ સ્વ. મોહનભાઈ ડેલકર હયાત હતાં ત્યારે જ તેમના ભાજપ પ્રવેશની અવારનવાર વાત આવતી રહેતી હતી. અને દિલ્હીમાં અપક્ષ તરીકે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ પણ છેલ્લી ટર્મમાં મોહનભાઈ ડેલકરને સારુ ઍવુ મહત્વ આપવાનું ચાલુ રાખ્યું હતું ઍટલે છેલ્લી ચૂંટણીમાં ડેલકર પરિવાર ભાજપનો ખેશ ધારણ કરતાં રહી ગયુ હતું. તે આ ચુંટણીમાં સાકાર થયુ છે. અને કલાબેન ડેલકરને ભાજપની જ ટીકીટ જાહેર થતાં દાદરા નગર હવેલીના રાજકારણના સમીકરણ પણ હવે નવેસરથી આકાર લેશે ઍવી શકયતા સર્જાય છે. આ બેઠક પર હવે કોîગ્રેસ તરફથી કોનું નામ જાહેર થાય છે ઍના પર નજર છે. ત્યારે આજે જાનમાં કોઈ અોળખે નહી અને હું વરની ફૂઈ ની માફક દાનહ કોîગ્રેસના સ્વયંભુ સર્વેસર્વા ગણાવતા પ્રભુ ટોકીયાઍ પોતે ચૂંટણી લડવા માંગતા નથી ઍવી જાહેરાત કરી હતી. અલબત્ત તેમણે દાનહની પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહેવાની વાત જરુર કરી છે. પણ લોકસભાની ચૂંટણીની ફાળવણી ઍઆઈસીસીના સ્થળેથી થતી હોય છે. પ્રાદેશિક સ્તરેથી તો પ્રભુ ટોકીયાને પોતાનો અભિપ્રાય મોવડી મંડળને આપવાની પણ સત્તા છે કે કેમ ? ઍના પર પ્રશ્નાર્થ છે ત્યારે દાનહની બેઠક પર કોîગ્રેસમાંથી કોણ ઝંપલાવે છે અથવા અપક્ષ કે અન્ય પક્ષમાંથી કોઈ દાવેદારી થાય છે કે કેમ ? ઍ પણ મહત્વનું બની રહેશે.