Vishesh News »

ઉમરગામ તાલુકામાં નરેશ વળવી-ભગવાન ભરવાડ સમર્થકો સાથે ભાજપમાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૩ ઃ લોકસભાની ચૂંટણી પહેલા ઉમરગામ તાલુકા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે ઍક પછી ઍક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્ના છે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભીલાડના નરેશભાઈ વળવી અને ઉમરગામના ભગવાનભાઈ ભરવાડ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતાં. ઉમરગામ તાલુકાના ભિલાડ ભંડારી સમાજ હોલમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઍસટી સેલના ઉપપ્રમુખ ઍવા ભીલાડના નરેશભાઈ વળવી તથા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના માજી પ્રમુખ અગ્રણી કોંગ્રેસી નેતા ઍવા ભગવાનભાઈ ભરવાડ સહિત અનેક ભાજપમાં જોડાયેલા ઓનું સ્વાગત કરી ભાજપનો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતાં.