Vishesh News »

ઍસબીપીપીની દૈનિક યોજના ચાલુ રાખવા ગ્રાહકોની રજુઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન સરદાર ભીલાડવાલા બેંક પારડી હેડ ઓફિસમાં જનરલ મેનેજરને આજરોજ પારડીના વેપારીઓ અને ગ્રાહકોઍ બેંકમાં ચાલતી દૈનિક યોજના ગ્રાહકો અને વેપારીઓના હિતમાં ચાલુ રાખવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને યોજના શા માટે બંધ કરવામાં આવી હોવાનું કારણ પૂછ્યું હતું. જેના જવાબમાં જનરલ મેનેજરે ડિરેક્ટર બોર્ડમાં મુદ્દો મુકવા જણાવ્યું હતું. અહીં બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાના સુમારે સરદાર ભીલાડવાલા બેંક પારડીના વેપારીઓ અને ગ્રાહકો બીપીનભાઈ પટેલ, ગુર્મીતભાઈ વિનયભાઈ, પ્રફુલભાઈ સલીમભાઈ, ડો. કેવિનભાઈ મોદી, કનૈયાભાઈ સાથે મોટીસંખ્યામાં વેપારીઓ અને ગ્રાહકો ભેગા થયા હતા અને ભેગા થઈને પારડી સ્થિત હેડ ઓફિસમાં જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લાને મળ્યા હતા અને ગ્રાહકો તથા વેપારીઓના હિતમાં ડેલી કનેક્શનની યોજના જેમાં વેપારીઓ પાસેથી દરરોજ ઍમની બજત પ્રમાણે રૂપિયાનું કનેક્શન કરવામાં આવે છે. અને ઍ બેંકમાં જમા થાય છે. જે જમા પૈસા થાય છે. ઍનાથી વેપારીઓ અને ગ્રાહકો લોન ભરે છે. ઍવી રજૂઆત કરી હતી. જેના જવાબમાં જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લાઍ તેમની રજૂઆત ડિરેક્ટર બોર્ડ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. ગ્રાહકોઍ અરજીમાં જણાવ્યું છે કે, આપની બેંકમાં ચાલતી દૈનિક યોજના ખાસ કરીને નાના વેપારીઓ તેમજ લોન ધારકો માટે ખૂબ જ લાભદાયી છે. કોઈ કારણસર બેંક દ્વારા આ યોજના નવા ખાતા ખોલવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. જેને લઇને ઍજન્ટો દ્વારા નવા ખાતા ખોલવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે વેપારીઓ અને લોન ધારકો ચિંતામાં મુકાયા છે. તો અમો વેપારીઓ અને લોન ધારકોને આપ બોર્ડને વિનંતી છે કે આ બાબતે ફેર વિચારણા કરી દૈનિક યોજના રાબેતા મુજબ ચાલુ રહે તે માટે ઘટતું કરશોજી અને લેખિતમાં જવાબ અમને આપશો જી, તો આ યોજના માટે વેપારીઓઍ અને ગ્રાહકોઍ માંગણી કરી છે કે, યોજના ફરીથી શરૂ થાય અને ગ્રાહકોને વેપારીઓને લોન ભરવામાં સરળતા મળે નિયમ પ્રમાણે બોર્ડમાં જે નિર્ણય આવે ઍ ગ્રાહકો અને વેપારીઓ માટે સુખાકારી નિવડે અને મંજૂર કરવામાં આવે ઍવો વિશ્વાસ તમામે વ્યક્ત કરી વિનંતીપૂર્વકની માંગણી કરી હતી.