Vishesh News »

પારડી ૧૦૮ની ટીમે વ્યકિતના રોકડ રકમ પરત કરી માનવતા મહેકાવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૨ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી ૧૦૮ ની ટીમની પ્રશંસનીય કામગીરી પારડીના દેસાઈ પરિવારના ઍક વ્યક્તિના રોકડ રૂપિયા અને ચેક રોકડ રકમ ચેક અને મોબાઇલ ફોન પરત કર્યાં હતા તારીખ ૧૧/ ૦૩/ ૨૦૨૪ ના રોજ બપોરે ૧૩ઃ૪૫ વાગ્યે ખડકી બ્રીજ નીચે સર્વીસ રોડ પર પારડીના રહેવાસી ના અજિતભાઈ હિરુંભાઈ દેસાઈ પડી જતા તેમને માથાના ભાગે અને હાથમાં ફેક્ચર અને નાક માંથી લોહી વહી રહ્નાં હતું ત્યાંથી કોઈક ભાઈઍ મદદ માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને વલસાડ જિલ્લાની પારડી ૧૦૮ ને કોલ મળતા તરત જ પારડી ૧૦૮ ની ટીમ ઇ ઍમ ટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ સાગર પટેલ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને ત્યાં ઘટના સ્થળ પર દર્દીને માથાના ભાગે ડ્રેસિંગ કર્યું ફેક્ચરના ભાગે સ્પીપ્ન્ટિંગ કરી ઇ મોબીલાઈઝ કર્યું અને હોસ્પિટલ જતા રસ્તામાં દર્દીને ઇ.આર.સી.પી ડોક્ટર જે ડી પટેલના કહેવા મુજબ ઇન્જેક્શન આપી સારવાર આપી અને ઍમની પાસેની રોકડ રકમ ૩,૦૦,૦૦૦ લાખ રૂપિયા રોકડા ,૮ ચેક ૨૦,૦૦૦ રૂપિયાના અને ઍક મોબાઈલ ફોન આશરે ૨૦,૦૦૦ કિંમતનો, ઉપસ્થિત ઍમના છોકરાને પરત કરીને ૧૦૮ પારડીની ટીમે જીવ સાથે તેમના પૈસા મોબાઈલ જરૂરી ડોક્યુમેન્ટ પણ બચાવ્યા અને પારડી ૧૦૮ ની ટીમઍ માનવતા દાખવી હતી. આજનો આ પ્રસંગ આજના કળિયુગમાં જ્યાં પૈસા માટે લોકો મોટું ક્રાઈમ કરી નાખતા હોય છે ત્યાં ૧૦૮ ની ટીમે પરત આપેલી રકમ પ્રેરણા રૂપ છે.