Vishesh News »

પારડી ઍન.કે. દેસાઈ સાયન્સ કોલેજમાં યુર્નિ.ની ઍટીકેટીની પરીક્ષાનો પ્રારંભ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૨ : ધ પારડી ઍજ્યુકેશન સંચાલિત ઍન.કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ની ખ્વ્ધ્વ્ ની પરીક્ષા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોલેજમાં ૯૭ જેટલા વિદ્યાર્થીઓ ૨ બ્લોકમાં પરીક્ષા આપશે. ઍમઍસસી અને બીઍસસીના વિદ્યાર્થીઓ ઍટીકેટીની પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ આપી રહ્ના છે. આ અંગે કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો.દીપેશ શાહે જણાવ્યું હતું કે, સવાર અને બપોર બે સેશનમાં પરીક્ષા ચાલી રહી છે અને ગરમીનો માહોલ હોવાથી વિદ્યાર્થીઓને પાણીની સુવિધા તેમજ સુપરવાઇઝર, સ્કોડની ટીમ ફરજ બજાવી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્ના છે અને કુલ આઠ દિવસ આ પરીક્ષા ચાલશે હોવાનું જણાવા મળ્યું હતું.