Vishesh News »

ન્યુ પારડી રેલ્વે સ્ટેશન ખુલ્લુ મુકાયું

રેલવે સ્ટેશનથી માલગાડીમાં આજુબાજુના ઉદ્યોગપતિઓ ખેડૂતો વેપારીઓ નાગરિક પોતાનો માલ સામાન મુંબઈ અને અમદાવાદ જેવા સ્ટેશન તરફ સરળતાથી મોકલી શકશે (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૨ : પારડી રેલવે સ્ટેશન પાસે આજરોજ ડીઍફ સી સી આઈ ઍલ પ્રોજેક્ટ હેઠળ ન્યુ પારડી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશનથી માલગાડીમાં આજુબાજુના ઉદ્યોગપતિઓ ખેડૂતો વેપારીઓ નાગરિક પોતાનો માલ સામાન મુંબઈ અને અમદાવાદ જેવા સ્ટેશન તરફ સરળતાથી મોકલી શકશે અને ઍમને રાહત મળશે. આ સ્ટેશન શરૂ થયું છે હવે માલગાડીને અલગ લાઈન થઈ ચૂકી છે અને પેસેન્જર લાઈન અલગ થઈ ચૂકી છે. જેના કારણે મુસાફરોને પણ રાહત મળશે અને ટ્રેનોમાં સહેલાઈથી બુકિંગ થઈ શકશે. અહી માલધારીના નવા રેલવે સ્ટેશન ન્યુ પારડી રેલવે સ્ટેશનમાં વહેલી સવારના અમદાવાદ મુકામે સંપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ કર્યા બાદ ન્યુ પારડી રેલવે સ્ટેશનનું ઉદઘાટન વલસાડ ડાંગ સાંસદ ડો. કે. સી. પટેલે વિધિવત રૂપથી કર્યુ હતું. ઍમની સાથે રેલવેના ઍડવાઈઝરી કમિટીના સભ્ય રાજેશભાઈ પટેલ, ધ્રુવીનભાઈ ભંડારી, રાજનભાઈ ભટ્ટ, અશોકભાઈ પ્રજાપતિ, પુનિતભાઈ પટેલ, રાજેશભાઈ રાણા સાથે તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્ના હતા. રેલવેના અધિકારીઓ મનોજ દાસ, ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર દયાનંદ કુમાર, ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર સંજય સક્સેના, મેનેજર ઇલેક્ટ્રિકલ કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હી મયંક રાજ સિંહ, ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર સિગ્નલ ઍન્ડ ટેલીકોમ તથા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે સેન્ટ જોસેફ હાઈ સ્કુલ વલસાડના શિક્ષિકા દીબેન ભંડારી હેઠળ વિદ્યાર્થીઓઍ પ્રતિભાશાળી કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે ડો. કે.સી પટેલ અને મહાનુભાવના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું. રેલવે તરફથી સિલ્ડ અને સર્ટિફિકેટ ઍનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટર આરોરા પારડીના પ્રાંત અધિકારી અંકિત ગોહિલ પારડીના મામલતદાર આર આર ચૌધરી, પારડીના પીઆઈ જી આર ગઢવી સહિત આજુબાજુ ગામના સરપંચો અને વિશાળ સંખ્યામાં નાગરિક હાજર રહ્ના હતા. આ પ્રસંગે ન્યુ પારડી રેલવે સ્ટેશનથી માલગાડીમાં આ વિસ્તારના ઉદ્યોગપતિઓ ખેડૂતો વેપારીઓને મળનારી સુવિધાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હવે અહીંથી સહેલાઈથી માલગાડી વડે જરૂરી ચીજ વસ્તુઓ મોકલીને આ વિસ્તારના લોકો ધંધા વેપારને વિકસાવી શકશે અને ઍમને સરળતા રહશે, રાહત મળશે. વળી પેસેન્જર ટ્રેનમાં માલગાડીની અવરજવર ઓછી થશે. જેથી ટિકિટ સહેલાઈથી મળી શકશે અને લોકોને રાહત મળી શકશે..