Vishesh News »

દમણ-દીવ બેઠક પર ફરી કેતન પટેલ અને વલસાડ-ડાંગ બેઠક પર અનંત પટેલને કોîગ્રેસની ટીકીટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૨ ઃ આજે અોન ઈન્ડિયા કોîગ્રેસ કમિટીઍ લોકસભા-૨૦૨૪ની ચુંટણી માટે ૪૩ ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં સંઘપ્રદેશ દમણ-દીવની બેઠક માટે કેતન પટેલને ફરીથી ટિકીટ આપી છે તો વલસાડ-ડાંગ સંસદીય બેઠક માટે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલને ટીકીટ આપી છે. અલબત્ત હજુસુધી દાદરા નગર હવેલીની બેઠક માટે કોîગ્રેસ તરફથી કોઈ સ્પષ્ટતા થઇ નથી. આજે જાહેર કરાયેલી યાદીમાં સંઘપ્રદેશ દમણ દીવ ની બેઠક પરથી ફરી ઍક વાર કેતન ડાહ્નાભાઈ પટેલના નામ પર પસંદગી ઉતારી તેમના નામની જાહેરાત કરી છે. જે જોતા અગાઉ પ્રિયંકા ગાંધી દમણ-દીવની બેઠક પરથી ચૂંટણી લડી શકશે ઍ વાત પર હવે પૂર્ણ વિરામ મુકાઈ જવા પામ્યું છે. ત્યારે આગામી સમયમાં કેતન પટેલ ની સીધી લડાઈ ભાજપના ઉમેદવાર અને છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ રહેલા લાલુભાઇ પટેલ સાથે થશે. ત્યારે કેતન પટેલ બેરોજગારી, ડોમિસાઇલ, બહાર ના રાજ્યોના લોકોને પ્રદેશમાં નોકરી આપી સ્થાનિક યુવાનો સાથે કરાઈ રહેલા અન્યાય, વીજ વિભાગનું ખાનગીકરણ, જેવા અનેક મહત્વના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાની તૈયારી બતાવી દીધી છે. ત્યારે કેતન પટેલ ના નામની આજરોજ જાહેરાત થઈ જતાં જ પ્રદેશના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. જા કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક માટે હજુસુધી કોઈ સ્પષ્ટતા કે કોઈ નામની ચર્ચા પ્રકાશમાં આવતી જણાતી નથી. ઍક મત ઍવો ચાલી રહ્ના છે કે આ લોકસભા બેઠક પર કોîગ્રેસ અને શિવસેના (ઉધ્ધવ જુથ) વચ્ચે જાડાણની શકયતા હેઠળ કોîગ્રેસ કદાચીત આ બેઠક પર પોતાના ચિન્હ પર કોઈ ઉમેદવારને ઉભો નહી રાખે. પણ ઍ તો આગામી દિવસમાં જ સ્પષ્ટ થશે. જયારે વલસાડ-ડાંગની પ્રતિષ્ઠિત અને વ્યુહાત્મક ગણાતી લોકસભા બેઠક પર ભાજપ તરફથી કોનુ નામ જાહેર થાય છે ઍના પર સૌની નજર મંડાયેલી છે ત્યારે કોîગ્રેસ તરફથી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ હસમુખરાય પટેલને ટીકીટ ફાળવવામાં આવી છે. લડાયક મિજાજના આદિવાસી નેતા તરીકે જાણીતા અનંત પટેલને ટીકીટ ફાળવાતા વલસાડ ડાંગના કોંગ્રેસ ના કાર્યકર્તા અને આદિવાસી પટ્ટીમાં કોîગ્રેસ સમર્થકોમાં ભારે ખુશી નો માહોલ સર્જાયો છે -ા વિગત મુજબ આજે કેન્દ્રીય કોંગ્રેસ ચૂંટણી કમિટી દ્વારા ગુજરાત ની લોકસભાની ૨૬ બેઠક પૈકી વલસાડ ડાંગ બેઠકના ઉમેદવાર તરીકે વાસદાના ધારાસભ્ય અનંત પટેલની જાહેરાત કરવામાં આવી છે નવસારી જિલ્લાની વાસદા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે છેલ્લા બે ટર્મથી ચુટાતા આવતા અનંત હસમુખરાય પટેલ નો ભારે દબદબો ધરાવે છે તેઅો ઈ.સ. ૨૦૧૭માં આ બેઠક પરથી ૧૮૨૯૩ મત અને ઈ.સ. ૨૦૨૨માં ૩૫૦૩૩ મતોની લીડથી જીત્યા હતાં. તેઅો ઉનાઈ ગ્રામપંચાયતના સરપંચ, વલસાડ લોકસભા યુથ કોîગ્રેસના મહામંત્રી, વાંસદા તાલુકાપંચાયતના પ્રમુખ, ગુજરાત કોîગ્રેસ આદિવાસી સેલના માજી ચેરમેન પદ જેવા પદો પર પોતાની સેવા આપી ચૂકયા છે. ઍ જ રીતે તેઅો વિવિધ શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઅોમાં મહત્વના પદ ધરાવે છે. વાંસદાના આ ધારાસભ્ય અનંત પટેલને કોંગ્રેસ દ્વારા વલસાડ ડાંગના બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તેઓ છેલ્લા કેટલાક સમયથી વલસાડ ડાંગ વિસ્તારમાં આદિવાસી ઓના હક તેમજ બુલેટ ટ્રેન -ોજેક્ટ ઍક્સ-ેસ વે -ોજેક્ટ પાર તાપી રીવર લિંક -ોજેક્ટ હોય કે પછી આદિવાસીઓને પડતી મુશ્કેલીઓ સામે હર હંમેશ અવાજ ઉઠાવતા રહેતા ઍવા અને આદિવાસી પટ્ટી જેવા કે આહવા-ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માં ભારે પકડ ધરાવતા અનંત પટેલને કોંગ્રેસે ઉમેદવાર બનાવતા જ હવે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે. ઍમ જણાઈ રહ્નાં છે.