Vishesh News »

ઉમરગામમાં નવા આરઅોબીના લોકાર્પણથી લોકોમાં ખુશી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૨ ઃ ઝ઼જ્ઘ્ઘ્ત્ન્ દ્વારા બનેલ ઉમરગામ સ્ટેશન પૂર્વ અને પડ્ઢિમને જોડતો અંદાજે રૂ. ૮૪ કરોડના ખર્ચે ઍક કિ.મી લાંબો નવો બનેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઓવરબ્રિજ જલ્દીથી બને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેની આતુરતાથી ઉમરગામ તથા અડીને આવેલ મહારાષ્ટ્રના તલાસરી તથા આજુબાજુના ગામની જનતા રાહ જોઈ રહી હતી. ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર હોય મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં રોજિંદા કામદારો તથા સ્કૂલ કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓને તથા આમ જનતાને બ્રિજ શરૂ થવાથી મોટી રાહત થઈ છે. ટ્રાફિકની સમસ્યા હળવી થશે સમય અને ઈંધણનો બચાવ થશે.